________________
કે મને થોડું યે કંઈ પણ આવડતું નથી પુત્રને અને બીજાને ઉપદેશ શું આપીશ ? ઈતિ.
એટલામાં કોઈ ખેતરમાં જવની ખાવાની ઈચ્છાવાળા, ભયથી ચંચલ દૃષ્ટિવાળા, ગદર્ભને ક્ષેત્ર પાલકે એક શ્લોક કહ્યો. આ બાજુ તે બાજુ નજર કરતો મને જ તું જુએ છે. તારો અભિપ્રાય મેં જાણ્યો હે ગદર્ભ ! તું જવ ખાવાને ઈચ્છે છે. તે શ્લોક સાંભળીને જાણે અમોઘ શસ્ત્ર પ્રાપ્ત થયું હોય તેમ રાજર્ષિ માનવા લાગ્યા. વિદ્યાની જેમ તે શ્લોકનું સ્મરણ કરતાં આગળ ચાલતાં ગામની નજીકમાં ૨મત રમતાં એક બાળકે લાકડાની બનાવેલી મોઈ ફેંકી બીજા લોકો સહિત શોધ કરતાં બાળકોને ન જડી તેટલામાં એક બાળક શ્લોક બોલ્યો ‘‘અહીં જોઈ તહીં જોઈ જોતાં દેખાતી નથી. અમે ન જોઈ તમે ન જોઈ” મોય ખાડામાં પડી છે, તેનો પણ હર્ષથી પાઠ કરતાં કેટલાક દિવસે વિશાલાપુરીમાં પહોંચ્યા અને એક કુંભારને ત્યાં રાતવાસો કર્યો ત્યાં અહીં તહીં ભટકતા ઉંદરને કુંભારે કહ્યું નાનો સુકોમળ, સ્વભાવે સરળ અને રાત્રિમાં ફરવાના સ્વભાવવાળા એવા તને અમારી પાસે (અમારો) ભય નથી પરંતુ સર્પનો ભય છે. આ ત્રણ શ્લોકોને કલ્પ વૃક્ષ, ચિંતામણી રત્ન અને કામધેનુ જાણે પ્રાપ્ત થયા ન હોય તેમ તે મુનિ માનવા લાગ્યા.
ન
*
તે ત્રણે ગાથાનો અર્થ યાદ રાખવા માટે વારંવાર ફરીફરીને પુનરા વર્તન કરે છે... ગોખે છે. તે વખતે તે પુરમાં દીર્ધપૃષ્ઠ મંત્રિએ રાજાની બહેન અણુલ્લિકાને પોતાના ઘરના ભોંયરામાં છૂપાવી છે રાજાને કોઈપણ ઉપાયથી હણીને પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને એની સાથે એના લગ્ન કરાવીશ એ પ્રમાણે મનમાં વિચાર કરીને બેઠો હતો. ત્યાં રાજાની આજ્ઞાથી રાજાના સુભટોએ શોધ્યા છતાં રાજાને પોતાની બહેન પ્રાપ્ત ન થઈ તેટલામાં મંત્રિએ યવરાજૠર્ષિને આવેલા સાંભળીને (જાણીને) તપથી પ્રાપ્ત થયેલા જ્ઞાનવાળા
આ હશે તે જ્ઞાન વડે મારા સ્વરૂપ ને જાણીને રાજાને કહેશે ત્યારે રાજા મારા પરિવાર સાથે મને પકડીને મારો નિગ્રહ ક૨શે માટે પહેલેથી કોઈપણ ઉપાયને કરૂં એ પ્રમાણે વિચારીને રાત્રિએ જ રાજાની પાસે પહોંચી ગયો રાજાએ અવસ૨ વિના આવવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે માયા કરીને કહ્યું કે ઃ
જ
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 95
તરંગ - ૧૫