________________
અંગારમદકાચાર્યની જેમ તે આ પ્રમાણે છે :- શ્રી વિજય સેન સૂરિના શિષ્યોએ સ્વપ્નમાં પાંચશો હાથીના બચ્ચાથી પરિવરેલો એક ભૂંડ જોયો અને તે સ્વપ્નની વાત ગુરુને કહી, ત્યારે ગુરુ એ કહ્યું કે કોઈક અભવ્ય આત્મા પરિવાર સાથે આવશે તેજ દિવસે પાંચશો સાધુની સાથે રુદ્રદેવ નામના આચાર્ય આવ્યા અને તેનો ઉચિત સત્કાર કર્યો રાત્રિએ તેની પરિક્ષા માટે ગુરુના કહેવાથી સાધુઓના ચંડીલ જવાના માર્ગ પર કોલસાની ભૂકીવેરી પછી આવેલા તે સાધુઓના પગ તેના પર પડવાથી કચ કચ શબ્દ સાંભળીને આક્રોશ પૂર્વક “મિચ્છામિ દુક્કડમ્” એ પ્રમાણે ગુરુ એ કરેલા સંકેત અનુસાર આવેલા સાધુઓ નિંદ્રા લેતા જાણી જાતે જ માત્રુ પરઠવાને માટે જતાં તેવી જ રીતે અંગારા (કોયલા)ની ભૂકી પર પગ પડતાં કચકચ શબ્દ સાંભળી ખુશી થતાં અત્યંત તેને ચોળીને (તેનું મર્દન કરીને) બોલ્યા અહો અરિહંત ભ. ને આને પણ જીવ કહ્યા છે. જાગતા એવા મુનિઓએ આદશ્ય જોયું પ્રભાત થયે છતે ગુરુએ તેના શિષ્યોને આ વાત જણાવીને વિશ્વાસ પમાડીને આ અભવ્ય છે એમ કહીને તેને સમુદાય બહાર કર્યા વળી તેના બધા શિષ્યો તપ કરીને દેવલોક ગયા, ત્યાંથી ચ્યવીને તે બધા રાજકુલમાં ઉત્પન્ન થયા (જન્મ પામ્યા) અને રાજા થયા.
એક વખત તે બધાય વસંતપુરમાં કનકધ્વજ રાજાની કન્યાના સ્વયંવર મંડપમાં ગયા. અને તે રુદ્રદેવ ત્યારે જુદા-જુદા પ્રકારની યોનીઓમાં ભ્રમણ કરતાં કરતાં ઊંટ થયો. મોટી કાયાવાળો, જરાથી જીર્ણ શરીર વાળો, ઘણા ભારથી યુક્ત બૂમો પાડતા એવા તેને (ઊંટ રુપે રુદ્રદેવને) તેઓએ ત્યાં જોયો તેને જોતાં જ તેના ઉપર તેઓને કરુણા જાગી અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેનાથી તેઓએ આ તો અમારા ગુરુ છે એ પ્રમાણે જાણ્યું.
અહો ! સંસારનું સ્વરૂપ વિચિત્ર છે. કારણ કે તેવા પ્રકારની જ્ઞાન લક્ષ્મી મેળવીને હૃદયમાં ભાવથી અશ્રધ્ધાને ધરનારા બિચારા આવી અવસ્થાને પામ્યા છે. અને અનંત ભવ ભમશે. દયા ભાવથી તેને છોડાવીને બધાય ત્યાંથી નીકળી ગયા અને આ અભવ્ય કે દુર્ભવ્ય બહારથી ગુરુનો આકાર ધારી હોવા છતાં પણ અંતરમાં શ્રી અરિહંત ભ. ના વચન ઉપરની શ્રધ્ધા વિ. થી રહિત હોવાથી અનન્ત ભવરૂપી સમુદ્રમાં પડનારા થયા એ પ્રમાણે || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (93) તરંગ - ૧૫ ]
Iણા seatsanskaaaaaaaaa%aaa aaaaaaaaapva babat Bapa: રકિર રાશિsધયાર.auથયચઢવયaan
IRHIT Builla