________________
દુઃખ આપવા વડે કુકુર્માદિથી પંડિત વર્ગને માટે અવજ્ઞાના ઘર સમાન હોવાથી આ લોકમાં પણ જેવા જોઈએ તેવા પૂજા સત્કાર અને સુખના ભોક્તા બનતાં નથી. હંમેશા આજીવિકા, પુત્રના લગ્નાદિની ચિંતાવાળા, ખેતી, રાજસેવા આદિ કરવા વડે પ્રાયઃ કરીને દુઃખનો જ અનુભવ કરનારા છે. અને વળી પરલોકને વિષે રાજ્યાધિકારી, અષ્ટાંગ નિમિત્ત, જ્યોતિષ વિદ્યાના કથનાદિ મહાઆરંભ કરવા વિ. ના પાપો વડે પ્રાયઃ નરકાદિ દુર્ગતિમાંજ જના૨ા છે. ઈતિ.
તેથી કહ્યું છે કે ''નરિંદ્ર નૈમેત્તિ ગાય નોફસિયા’’ રાજા, નૈમેત્તિક અને જ્યોતિષી એ પ્રમાણે પદ્મચરિત્રમાં નરકગામિ જીવના અધિકારમાં કહ્યું છે. લૌકીક શાસ્ત્રોએ પણ કહ્યું છે કે અધિકારીઓ ત્રણ માસમાં મઠ પતીપણું ધારણ ક૨વાથી ત્રણ દિવસમાં અને જો શિઘ્ર નરકની ઈચ્છા હોય તો ૧ દિવસ માટે પુરોહિત પણું સ્વીકારવું લોકોત્તર ગુરુને પણ આશ્રયીને આગમમાં પણ કહ્યું છે કે :
જેમ પોલી મૂઠી સાર વિનાની છે, અથવા જેમ ખોટો (નકલી) સિક્કો સારવિનાનો છે (તેમ તે દ્રવ્યસાધુ પણ ઉપેક્ષા કરવા લાયક છે) કેમકે કાચનો ટુકડો વૈસૂર્ય રત્નની પેઠે કદાચ પ્રકાશ યુક્ત હોય તોપણ તેના પરીક્ષકો આગળ તે કિંમત વિનાનો જ થઈ પડે છે. અર્થાત્ અજ્ઞાનીઓ જ તેને કિમતી ગણે છે. વળી અંધકાર વડે કરીને અર્થાત્ મિથ્યાત્વ રૂપ અજ્ઞાને કરીને હણાયેલો એવો તે દ્રવ્યતિ હંમેશા દુ:ખી થયો થકો તત્વ આદિકોને વિષે વિપરીતપણું પામે છે તથા મુનિપણું વિરાધીને અસાધુરૂપ થયો થકો નરક તથા તિર્યંચની યોનિ પામે છે. ઈત્યાદિ વર્ણન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના વીસમાં અધ્યયનમાં ૪૨ મા શ્લોકમાં છે.
તે પ્રમાણે વેશ્યાના આભરણની જેમ કેટલાક પહેલાં કહેલી યુક્તિ પ્રમાણે અંતરમાં અસાર પણ બહારથી સા૨વાળા.
નવપૂર્વ સુધી જિનેશ્વર ભ. ના વચનનું અધ્યયન (અભ્યાસ) કરનારા, અધ્યાપન કરાવનારા, ઉપદેશાદિ આડંબર કરનારા, બહારની પ્રવૃત્તિવાળા હોય છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 92 તરંગ
www
૧૫