________________
માતા : “જુહાર' એટલે કે હાથ જોડીને માથે અડાડી નમસ્કાર
કરવા પૂર્વક નમ્ર બનવું, સ્વામિને અનુસરવું (કહ્યા પ્રમાણે
કરવું) એ પ્રમાણે વિનય જાણવો. માતાની આ વાત સાંભળી તે કોઈ રાજાની કંઈક સેવા કરવા માટે નગર તરફ ચાલ્યો ત્યાં જતાં રસ્તામાં એણે મૃગલાઓને પકડવા માટે શિકારીઓને ગુપ્ત સ્થાનમાં રહેલા જોયા. અને હાથ જોડવા પૂર્વક મોટે થી બોલી જુહાર. કર્યા તે સાંભળીને હરણો ગભરાઈને ભાગી ગયા તેથી તે શિકારીઓએ તેને માર માર્યો ત્યારે તેણે મા એ કહેલ બધી વાત (વિનય ની વાતો કરી તે સાંભળી તેઓએ તેને છોડી દીધો અને કહ્યું કે જો આવા પ્રકારનું જોવામાં આવે તો ગુપ્ત રીતે વાંકાવળીને ચાલી જવું.
પછી કોઈક વખત તેણે ધોબીઓ ને જોયા તે જોઈને તે વાંકો વળી ગુપ્ત રીતે ધીરે ધીરે જવા લાગ્યો. ધોબીઓના વસ્ત્રો ચોરાઈ જતા હોવાના કારણે ચોરનો સંચાર જોવા માટે નીમેલા ગુપ્ત પુરુષોએ આ ચોર છે તેમ માની તેને પકડ્યો... પછી હકીકત જણાવ્યું હતું તેને છોડી મૂક્યો અને તેઓએ કહ્યું આવું હોય ત્યારે સાફ થઈ જાઓ સાફ થઈ જાઓ એમ બોલવું. હવે આગળ જતાં બીજ (બી) ને વાવતાં (ખેડૂતને) જોયો. તેને ત્યાં સાફ થાઓ તેમ કહ્યું. ત્યારે તેઓએ પણ તેને માર્યો બધી હકીક્ત જણાવી ત્યારે તેને મુક્ત કર્યો અને કહ્યું આવું જુએ ત્યારે ઘણું થાઓ ઘણું થાઓ એ પ્રમાણે બોલવું. પછી કોઈ ઠેકાણે મૃતકને લઈ જતાં જોઈને બોલ્યો. આવું ઘણું થાઓ ત્યારે ત્યાં પણ માર ખાધો અને બધી વાત જણાવી ત્યારે છૂટ્યો. તેઓએ પણ તેવી જ રીતે તેને કહ્યું કે આવું થાય ત્યારે કહેવું કે આવા પ્રકાર નો વિયોગ થાઓ (એટલે કે આવું ન બનો મૃત્યુ ન થાઓ). વળી બીજે કોઈ સ્થાને વિવાહના પ્રસંગે બોલ્યો અત્યંત વિયોગ થાઓ. ત્યાં પણ કુટાયો. માર ખાધો અને મુક્ત થયો. અને તેઓએ કહ્યું કે આવા પ્રસંગે તો આ પ્રમાણે કહેવું આવા પ્રકારના વિધાન તમે જુઓ અને શાશ્વત બનો ચીરકાળ જીવો હવે એક વખત સાંકળથી (બેડીથી) બંધાયેલ આગેવાનને (મુખીને) જોઈને કહ્યું આવા પ્રકારના વિધાન નિત્ય બનો અને શાશ્વત થાઓ. ત્યાં પણ હણાયો અને મુક્ત થયો. તેઓએ કહ્યું આવા પ્રકારનું
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (52) તરંગ - ૯ ||
BaseaR8888betaneaeaaaaaaaae88asteeeeeeeeeeeeeeeeeeeepeat
awaaaaaaaaaaaaaaaaa%aa
a8ઠ્ઠાણ
aaaaaaaaaaaધ્રાક્ષzzaaaaaaaaaaaaaaaaaBaaB22233233
ધatsaa32gaaaaaaaaaaaaa#naBaaaaa#Had