________________
આલોક અને પરલોકને હાની પહોંચાડે છે. શાસનના જસનો ઘાત કરે છે. (કરનારા) કુદૃષ્ટિવાળા છે. તેથી તેને જિનેશ્વર ભ. નું દર્શન કેવી રીતે હોય? વેષ પણ કેવો ? વળી તેમને નમન (વંદન) વિ. ક્યાંથી (કેવી રીતે) હોય ઈત્યાદિ.
તેથી તેને અન્તઃ જ્ઞાન નથી અને બહાર પણ નથી. પાઠમાં તથા વ્યાખ્યાનાદિમાં તેઓને શ્રુત હોય તેવું સંભળાતું નથી. પ્રાયઃ કરીને છે બુધ્ધિશાળીઓના ચાણક્ય નીતિ પંચાખ્યાન, સિંહાસન બત્રીશી આદિ વિનોદ કથા જેવી કથાઓ બીજા પણ લોકને આકર્ષણ કરનારી. તે તે પ્રકારની આધુનિક નૃપ – મંત્રિ વિ. પ્રબંધોના કલ્પિત સંબંધ વિશેષ ઉપદેશના પાઠથી વ્યાખ્યાન આદિને વાંચે છે. માટે અન્તઃ અને બહાર શ્રુતના અભાવથી બને અસાર છે. પાર્થસ્થાદિ લોકોત્તર કુગુરુઓ પ્રથમ ભાગમાં પડેલા છે. એ પ્રમાણે લૌકિક બ્રાહ્મણ આદિ બૌધ્ધ - યોગીઓ – તાપસો આદિ બહારથી અને અંદરથી શ્રુતના અભાવે પ્રથમ ભાંગામાં આવેલા છે.
શ્રુતનો અભાવ તેના બે પ્રકાર છે. જિનેશ્વર ભ. ના વચનથી બહાર (શ્લોક . બોલે પણ વિવેચન-બહારનું કરે) બીજું જિનેશ્વર ભ. ના વચનથી ભિન્ન બીજા શાસ્ત્રોમાં શ્રુતપણાનો અભાવ છે. માટે જેમ ગધેડાની વિષ્ટા (લીડા)માંથી ચૂર્ણ બનતું નથી તેમ તે શાસ્ત્રોમાં સમ્યકશ્રુત હોતું નથી. (બીન ઉપયોગી છે.) કારણ કે તેમાં જીવ વધ, અસત્ય, ચોરી, અબ્રહ્મ વિ. ની ધર્મ બુધ્ધિએ પ્રરૂપણા કરવી તેથી તે ધર્મમાં શ્રુતના અભાવે ધનપાલ પંડિતે કહ્યું છે કે :
જે શ્રુતિની વાણીમાં વિષ્ટા ખાનારી ગાયોનો સ્પર્શ પાપોને હરનારો કહ્યો છે, સંજ્ઞા રહિત વૃક્ષોને વંદનીક કહ્યા છે. બકરાઓની હિંસાથી સ્વર્ગપ્રાપ્તિ કહેલી છે. બ્રાહ્મણોએ ખાધેલું અન્ન પિતૃઓને પુષ્ટ કરનારું કહ્યું છે. છમસ્થ દેવોને આપ્ત તરીકે કહેલાં છે. અગ્નિમાં હોમેલું બલિદાન દેવોને ખુશ કરનારું કહ્યું છે. એવી રીતની શ્રુતિની વાણીનું વિશાળ અને મનોહર છતાં નિરર્થક ચેષ્ટિત કોણ જાણી શકે તેમ છે ? સાધુનો દશ પ્રકારનો ધર્મ મિથ્યાદૃષ્ટિએ જોતાં નથી. જે કોઈપણ ક્યારેક કંઈપણ કહે છે તે માત્ર વાણીનો વિલાસ છે. [૧]
398998840888888888888888888888888888888888888888888888888888888888888888888888aaaaaaaa
8888888888888888888888888888888888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (88). તરંગ - ૧૫ ||
tgtaariamantianituatungaatsalatunnitualtitunagam