________________
દેખાતાં હોવાથી બહારથી સાર રૂપ છે. ઈતિ અખંડ એવા તે આભરણો વડે શુધ્ધ આભરણની જેમ તેની શોભા બને છે. ગ્રહણ કરવામાં અને મૂકવામાં આપવામાં પણ તેનાં સ્વરૂપને નહિ જાણનારા ભોળાલોકો દ્રવ્યાદિ આપે છે. પરંતુ ભાંગવા વડે કરીને કોઈપણ જાતનો અર્થ સરતો નથી. ઈતિ બીજો ભાંગો..
વળી તે રીતે ગૃહસ્થ વ્યાપારીઓના અલંકારો સંપૂર્ણ પણે સુવર્ણમય હોવાના કારણે અન્તઃ નકોર હોવાથી સાર રૂપ છે. અને બહાર તેવા પ્રકારના સુંદર રત્નો નહિ જડેલા હોવાથી તેને સ્ત્રી આદિ વડે વસ્ત્ર ઢાંકવા વેડ કરીને ગુપ્ત રીતે પહેરવાથી રાજાના આભરણની અપેક્ષાએ વાંઝણી સ્ત્રી ઈત્યાદિની જેમ અલ્પ સાર વાળા હોવાથી અસાર છે અને તે દાગીના અખંડ હોય કે ભાંગતા હોય તો પણ તે અર્થ લાભાદિનું કાર્ય કરે છે. ઈતિ તૃતીય ભાંગો.
તેવી રીતે રાજાના આભરણો પહેલાની જેમ અન્તઃ સાર ભૂત છે. બહારથી પણ કરોડોની કિંમતવાળા રત્નોથી જડિત હોવાથી અથવા નિર્ભય પણે પુરુષો અને રાજા અને રાણીઓથી સ્પષ્ટ (ખુલ્લી) રીતે પહેરવાદિથી સૂર્યના કિરણોની જેમ પ્રકાશતાં હોવાથી સારભૂત છે. તેની અખંડતા વડે અત્યંત સુખ પ્રાપ્ત થાય છે. અને ભાંગવા વડે કરીને પણ સુવર્ણ માણેક આદિના મૂલ્યની પ્રાપ્તિથી ઈચ્છિત અર્થની પ્રાપ્તિ - સિધ્ધિ થાય છે. ઈતિ ૪ થો ભાંગો.
એ પ્રમાણે ગુરુઓ અંતર (અંતઃ) અને બહારથી છતા અને અછતા એવા શ્રત (જ્ઞાન) થી ચાર પ્રકારે જાણવા.
(૧) ભાંગો અંદર અને બહારથી અસાર (ર) ભાંગો અંદરથી અસાર બહારથી સાર (૩) ભાંગો અંદરથી સાર બહારથી અસાર (૪) ભાંગો અંદરથી અને બહારથી સાર તેમાં કેટલાક પાસત્યાદિના હૃદયમાં શ્રી જિનાગમ રૂપ સમ્યકજ્ઞાન નથી. કારણ કે તેની ઉપર અશ્રધ્ધા હોવાથી અથવા લેશમાત્ર પણ તેની ઉપર ભાવનાદિનો અભાવ હોવાથી વળી તેઓના લિંગની પણ શ્રધ્ધા આદિ થતી નથી કેમકે તેઓમાં મહાવ્રતની આરાધના, આવશ્યકાદિ સમ્યક્ ક્રિયા, છ જીવની રક્ષાનો પરિણામ તેના પાલણમાં પુરુષાર્થ વિ. ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (86) તરંગ - ૧૫ ||
PORRRRRR
BitBIRissuuttitutirili[livi[Li[llilfilliantagggggagainstitutiHitaitialitilitiIiiiiiiiiuliaaaaagital