________________
ઉંચી નિષ્ઠાવાળા, તપના ભંડાર, અને ચારિત્રવાન છે એ પ્રમાણે સ્તુતિ કરતા લોકોએ તે મુનિને (મંગુ આચાર્યને) માન નામના મોટા પર્વતના ઉંચા શિખર ઉપર ચડાવ્યા. ત્યાં વિચરતા એવા તે આચાર્ય વૃધ્ધિ પામતા ઋધ્ધિગારવ નામના બીજા શિખર ઉપર ચડ્યાં અહા ! પૂજાએલાથી હું પૂજાયો છું..... એ પ્રમાણે તે જગતને તૃણ સમાન માને છે. એ પ્રમાણે રસગારવ અને સાતાગારવ રૂપ બે શિખર પણ પ્રાપ્ત કર્યા એટલે કે રસ -ઋધ્ધિ અને સાતા ગારવમાં અત્યંત લુબ્ધ બની ગયા તેથી વિહારનો પુરુષાર્થ છોડીને ત્યાંજ નિત્ય વાસ કર્યો અને જૈન કુલાદિમાં મમત્વ રાખવા લાગ્યા. તેથી શ્રાવકોએ કરેલી પોતાની પ્રશંસા અને બીજાની નિંદાથી મિશ્રિત એવી સ્તુતિ સાંભળી અનુમોદના કરવા લાગ્યા. (પોતાની સ્તુતિ અને બીજાની નિંદામાં રાજી થવા લાગ્યા) મિથ્યાભિમાન, કદાગ્રહબુધ્ધિ અને મિથ્યાત્વમાં એકાકાર થયા અને એ પ્રમાણે હૃદયમાં તે ધારનારા થયા. અનીતિવાળો મનુષ્ય જેમ ધનને ઈચ્છે તથા કામી પુરુષ જેમ પરસ્ત્રીની અભિલાષાવાળો હોય તેમ ધર્મમાર્ગમાં ચાલવાને પાંગળા એવા મંગુ આચાર્ય વિશેષ સુખને ઈચ્છતા મૂલમાં (મહાવ્રતમાં) ક્ષતિને પામ્યા. –
અહો ! તે મંગુ આચાર્યે સત્ એવા પણ સમ્યગુદર્શન, સમ્યગુજ્ઞાન તથા ઉલ્લાસયમાન થતું વિશેષ પ્રકારનું શ્રત, તપ, સંયમ વગેરે સર્વ અસત્ કર્યું. અરે હા ! આતો મહામોહરૂપ અંધકારનું આવું સ્વરૂપ છે. પછી મૃત્યુ પામીને તેજ નગરની ખાળમાં રહેનારો યક્ષ થયો. વિર્ભાગજ્ઞાનથી તેણે પોતાના પૂર્વ ભવમાં થયેલા પ્રમાદનો અત્યંત પ્રશ્ચાતાપ કર્યો કહ્યું છે કે નગરની ખાળમાં યક્ષ થયો એ પ્રમાણે ૪ ભંગની મથુરાવાસી મંગુઆચાર્યની કથા પૂર્ણ થઈ.
કોયલ - પંચમસૂર હોવાથી કોયલમાં જે રીતિએ ઉપદેશ છે અને આંબાની મંજરી આદિનો પવિત્ર આહાર હોવાથી ક્રીયા છે.
કહ્યું છે કે - આહારમાં શુધ્ધતા, સ્વરમાં મધુરપણું, માળો બનાવવામાં આરંભ વિનાની, બંધુમાં મમત્વ વિનાની, વનમાં રસિક પણું, વસંતમાં વાચાલતા (ટહુકતી) એવા ઉપદેશ અને ક્રિયામાં કોયલ જેવા સુંદર મુનિવરને દૂરથી
resonanza
a
aaaa4e0aaaaaaaaaananennsthaaaaaaaaaaaaaaaaaaaaaat
eetessegestas០០០០០០ខខខខខខខខខខខ
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (82)
તરંગ - ૧૪ ]
IITHHHHHHHEELHa!!!!!!LEXIII III III/II/IIIHLIYTHEHER
A LUgi EdituuuuuuuuuuuHEવધanail Lalithal||
gettitutNDITIHHHHHHH