________________
રીતે કેટલાક ગુરુઓમાં સાધુવેષ ધારણ નહિ કરવાથી રૂપ નથી કોઈ કારણથી તેના ઉપદેશને સેવતા નહિ હોવાથી તેનામાં ઉપદેશ પણ નથી માત્ર શુધ્ધ ક્રિયા જ છે. જેમકે પ્રત્યેકબુધ્ધ વિ. માં. પ્રત્યેક બુધ્ધ, સ્વયંબુધ્ધ અને તીર્થંકરાદિ એક સરિખા સમાન ધર્મ છે. તેથી સાધુવેષને ધારણ કરતા હોવા છતાં પણ તીર્થમાં રહેલા સાધુઓના પ્રવચન અને વેષથી તે પ્રત્યેક બુધ્ધ વિ. તેમના સાધર્મિક નથી આથી પ્રત્યેક બુધ્ધ વિ. માં સાધુ વેષની ધારકતા નથી અને ઉપદેશ પણ નથી. પ્રત્યેક બુધ્ધાદિ દેશના ને નહિ સેવનારા કહ્યા હોવાથી તેઓમાં ઉપદેશ નથી એ પ્રમાણે આગમથી જણાય છે. પરંતુ તેજ ભવમાં મુક્તિના ફલને આપનારી ક્રિયા તો છે. ઈતિ ૩ જો ભંગ.
મોર - જે રીતે મોરમાં પાંચ વર્ણથી શોભતું નયનરમ્ય) રૂપ છે અને મધુર કેકા ૨૫ (અવાજ) ઉપદેશ છે. પરંતુ નિર્ભયપણે સર્પાદિનો આહાર કરવાને કારણે ક્રિયા નથી તે રીતે કેટલા ગુરુઓમાં પણ રૂપ અને ઉપદેશ બે હોય છે. પરંતુ ક્રિયા હોતી નથી મથુરાવાસિ મંગુ આચાર્ય વિ. ની જેમ... ઈતિ ૪ ભંગ થયો
મંગુ આચાર્યની કથા
અત્ર મંગુ આચાર્યનો સબંધ કહેતા કહે છે કે મંગુનામના આચાર્યે એક વખત મથુરા નગરી પાવન કરી ત્યારે તેમને બહુ શ્રત (જ્ઞાન) ના, શાન્તિ (સમતા)ના, તપના ભંડાર અને યુગપ્રધાન કહેતાં હતાં ભક્તિથી વશ થયેલાની જેમ લોકો પોતાના બીજા કાર્યો છોડીને, વચ્ચે બીજા સર્વ મુનિઓનો અનાદર કરીને અત્યંત ભાવપૂર્વક તે મંગુ આચાર્યની જ સેવા કરતા હતા. શ્લોકાર્થ :- વંદન કરનારા, પૂછનારા તથા ભણનારાઓથી અમારો તો આરો આવતો નથી. અમોને હંમેશા ક્ષણવાર પણ ફુરસદ મળતી નથી. એ પ્રમાણે અહંકારથી મંગુ આચાર્ય બોલતે છતે “હે સ્વામી! તમે જય પામો” એ પ્રમાણે લોકો તેને કહેવા લાગ્યા.
gિsssessage&#seasesseedseasgangasa888888888888888888888888ea9a8888888888888888888
88888BEITRESeoseeeeeee880888603888eeeeee
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (81
તરંગ - ૧૪ |
કે