________________
એની જ વિચારણા કરે છે. જેવી રીતે પાંચ વર્ણથી શોભતું અને શુકનવંતુ હોવાથી દર્શન કરવા લાયક ચાષ પરિક્ષમાં રૂપ છે પરંતુ વાણીના અભાવના કારણે ઉપદેશ નથી અને કીડા વિ. નો આહાર હોવાથી ક્રિયા પણ નથી.
સારાંશ એ છે કે ચાષ પક્ષીમાં રૂપ છે પણ કંઠ સારો નથી અને ક્રિયા પણ સારી નથી. તેવી રીતે કેટલાક ગુરુઓમાં સારો વેષ પહેરવાથી રૂપ છે. પરંતુ શુધ્ધ માર્ગની પ્રરૂપણા ન હોવાથી ઉપદેશ નથી. પ્રમાદ વિ. થી સારી આચરણાના અભાવે પાપ રહિત આહાર વિ. સ્વરૂપ ક્રિયા પણ નથી. તેથી કહ્યું છે કે ગૃહસ્થ કરેલું પાણી, પુષ્પ - ફલ નહિ લેવા યોગ્ય છતાં સાધુ સેવે છે. અથવા તે લે છે. તેવા તે સાધુ માત્ર વેશ ને લજાવનારા છે. (માત્ર વેશ ધારક છે.) ઈત્યાદિ આવા પ્રકારના પણ ઘણા છે. હાલમાં તો દુઃષમ કાલના પ્રભાવે વિશિષ્ટ પ્રકારના દૃષ્ટાંતની આશા રાખવી નહિ.
માગધિકા નામની વેશ્યાએ વશ કરેલા સાધુવેશમાં સારી રીતે રહેલાં એવા કુલવાક ઋષિ આદિ શક્ય હોય તે રીતે દષ્ટાંતો મૂક્યા છે. કુલવાલક ઋષિમાં સાધુ વેષ હતો પણ તે માગધિકા નામની વેશ્યામાં આસક્ત હતો અને વિશાલા નગરીને ભાંગવાના મહાઆરંભને કરનાર હોવાથી તેનામાં ક્રિયા ન હતી. તેનામાં ઉપદેશ પણ ન હતો. કારણ કે સામાન્ય સાધુ હોવાથી તે સંબંધી અધિકાર ન હતો. તથા ઉન્માર્ગે જનારી બુધ્ધિ વડે ગુરુકુલવાસનાં ત્યાગી એવા તે શુધ્ધ માર્ગના પ્રરુપક હોય તે અસંભવિત હતું. તેથી તેમનામાં ઉપદેશ પણ ન હતો રુપ છે પણ ઉપદેશ અને ક્રિયા નથી. એટલે કે માત્ર રૂપવાળા છે. પણ સત્ય ઉપદેશ અને શુભ ક્રિયાવાળા નથી તે પહેલો ભાંગો થયો. ક્રૌંચ પક્ષીમાં દર્શનને યોગ્ય સુંદર વર્ણ આકાર ન હોવાથી રુપ નથી. કીડા વિ. નો આહાર હોવાથી ક્રિયા પણ નથી માત્ર મધુર અને ગંભીર ભાષા હોવાથી ઉપદેશ છે. અને તેવી રીતે સમવાયંગ સૂત્રમાં વાસુદેવના વર્ણનમાં શરદ ઋતુના પાણીથી ભરેલા વાદળોનો, ક્રૌંચ પશિનો ગંભીર અને મધુર વળી દેવદંદુભીના જેવો અવાજ છે તેવો (અવાજસ્વર) વાસુદેવનો હોય છે. || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (79) તરંગ - ૧૪ ]
BPBR&RBAGAMRABORTERBARRERSAR aggaRRBRANBARRIBAR ARRBERRRRRRRRRRRRRRRRRRRRR8888:
Bagasa888888888gBaaaaaaaaaaaaaaaaaag