________________
તજીને ચારિત્રાદિમાં દાંભિક, પાંગળા અને ક્રિયા વિનાના ને જેઓ પૂજે છે. તેમાં કર્મની વિચિત્ર ગતિ જ કારણ છે. કાગ આદિથી પણ રંગમાં ખરાબ હોવાથી રૂપ નથી તેવી રીતે કેટલાક ગુરુઓમાં સમ્યક્ ક્રિયા અને ઉપદેશ હોય છે કોઈ કારણથી સાધુવેષને ધારણ નહિ કરવાથી. તેનામાં રુપ હોતું નથી સાધ્વીશ્રી સરસ્વતીને વારવાના કારણે (એટલે કે ગર્દભલ્લરાજા પાસેથી છોડાવવા ને માટે) સાધુવેષના ત્યાગી (છૂપાવનાર) શ્રી કાલિકાચાર્યની જેમ ઈતિ પંચમ ભંગઃ |
હંસ:- તે પ્રસિધ્ધ છે. જેવી રીતે તેનામાં રહેલું રૂપ પ્રસિધ્ધ છે. અને કમલનાલ આદિ આહાર રૂ૫ ક્રિયા છે. પરંતુ તે હંસપશ્વિમાં ઉપદેશ અપ્રસિધ્ધ હોવાથી કોયલ અને પોપટની જેમ તેમાં ઉપદેશ નથી. તેવી રીતે કેટલાક માત્ર સાધુના વેષવાળા ગુરુઓમાં રુપ અને ક્રિયા બેઉ હોય છે. પરંતુ ઉપદેશ હોતો નથી. ગુરુની આજ્ઞા ન મલવાના કારણે તેનો અધિકાર નહિ હોવાથી ધન્ય, શાલિભદ્ર આદિ મહર્ષિની જેમ ઉપદેશ નથી. ઈતિ છઠ્ઠો ભંગ.
પોપટ :- ખરેખર ઘણા પ્રકારના શ્લોકો - કથાદિ ને જાણવાની બુધ્ધિવાળો અહીંયા ગ્રહણ કરવો. તે રૂપ થી મનોહર, ક્રિયા વડે કરીને કેરી, કેળાં, દાડમ, ફૂલ વિ. નો સુંદર આહાર કરનારો છે. ચિત્ત ને હરનારા વચનવાળો હોવાથી ઉપદેશમાં પણ કુશળ છે, કારણ કે તેવો પોપટ કોઈકને અવસરોચિત હિતોપદેશ આપે છે. ગ્રંથમાં જણાવેલ છે કે પોપટે બહોંતર કથાનકોથી શુડાદ્રાસપ્તતિ જેનો પતિ પરદેશ ગયો છે તેવી શ્રેષ્ઠિની પત્નિને બીજા પુરુષના સંગથી દૂર કરવા વડે શીલ રક્ષા કરવા આદિ અને રત્નસાર શ્રેષ્ઠિની કથા વિ. માં સ્થાને સ્થાને (વારંવાર) હિતોપદેશ આપ્યો છે. તેવી રીતે કેટલાક ગુરુઓ ત્રણેય (૨૫. ક્રિયા અને ઉપદેશ) ધારણ કરે છે શ્રી જંબુ સ્વામિ, શ્રીવજસ્વામિ આદિ. ઈતિ ૭ મો ભંગ
કાગ:- તેની વાત કરતાં કહે છે કે દર્શનથી નયન ને અપ્રીય હોવાના કારણે તેનામાં રુપ નથી. અવાજ મીઠો નહિ પરંતુ કડવો. કર્કશ હોવાથી ઉપદેશ. પણ નથી અને વળી રોગી, ઘરડા, ગાય વિ. પશુ આદિ જીવના નયન ને કાઢી નાંખનાર, ઘા પર ચાંચ ને ઘસનારો હોવાથી વળી તેનું લોહી
InessessagepaaaaaaainstavaliaaaaaaaaaaaaaaosaathataaaaaaaaaaaaaaaaaaishuuuuuuuuNana
#paawan
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa%
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (83)
તરંગ - ૧૪ ]