________________
ઈન્દ્રિયોને વશ કરી છે અને જીતી છે તે ઈન્દ્રિયોને જીતનાર ધર્મોપદેશને યોગ્ય છે.
અજીતેન્દ્રિય તો વિષય તૃષ્ણાથી દુઃખી થાય છે. તે વિષયોથી પીડાયેલો સુખકર હિતોપદેશમાં શ્રધ્ધા કરતો નથી. તેને ધર્મની કથા તો દૂર જ છે. સીતાના રૂપમાં વ્યાકૂળ ચિત્તવાળા રાવણની જેમ, સરસ્વતી સાધ્વીના રૂપમાં મોહિત ચિત્તવાળા ગર્દભિલ્લ રાજાની જેમ અને સુકુમાલિકા રાણીના સ્પર્શમાં આસક્ત જિતશત્રુ રાજાની જેમ તેના સંબંધને બતાવનારો શ્લોક કહે છે. જેની ભૂજામાંથી લોહી પીધું છે. અને જાંઘમાંથી માંસ ખાધું છે. તેવા ભરથારને કૂવામાં નાંખનારી હેપતિવ્રતે ! સારૂ સારૂં (જોયું જોયું) ઈતિ તેથી ઈન્દ્રિયોને જીતનારો જ ધર્મને યોગ્ય છે. પ્રાયઃ એના અર્થી વિ. ધર્મના સાધક થાય છે. એ પ્રમાણે તેનો સંબંધ છે. પ્રાયઃ કહેવાનું કારણ કહેતાં કહે છે કે તેવા પ્રકારની ક્ષેત્રાદિ સામગ્રીના કારણે ક્યારેક પ્રાપ્ત નહિ થયેલા ધર્મવાળા કોઈકની સાથે વ્યભિચાર સંબંધી શંકા કરવી નહિ.
ધર્મનું સાધક પણું કહ્યું અને ધર્મોપદેશને માટે યોગ્ય પણું પણ એજ રીતે કહ્યું.
યોગ્યો ને સ્વરૂપથી જાણીને પંડિત પુરુષો સારી રીતે ઉલ્લાસપામતી દેશના વડે બન્ને ઉપર હંમેશા અનુગ્રહ કરનારા થાઓ કારણ કે તેથી સંસારના શત્રુ પર જયશ્રી પ્રાપ્ત થાય છે. સાંભળનારના વિષયમાં યોગ્યાયોગ્ય પણાના સ્વરૂપના નિરુપણનો પ્રથમઅંશ પૂર્ણ થયો.
| | ઈતિ ત્રયોદશસ્તરંગ સમાપ્ત ..
પ્રતમાં તરંગ ૧૪ અંશ-૨, તરંગ-૧ યોગ્ય મનુષ્યોએ યોગ્ય ગુરુ પાસે વિધિ પૂર્વક યોગ્ય ધર્મ ગ્રહણ કરવો. એ પ્રમાણે સંપૂર્ણ શુભ ફળ પ્રાપ્ત થાય છે. જો તેનાથી વિપરીત રૂપે ગ્રહણ કરે તો વિપરીત ફળવાળો થાય છે.
એ પ્રમાણે પ્રથમ વારમાં ગાથાને વિષે (ગાથામાં) યોગ્યની વાત કરી || ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 77) તરંગ - ૧૩ / ૧૪ |
OBERENDERBORGARBAARRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRE
888888888888888888888888888888888888888998