________________
ધર્મદાસ ગણી એ પણ કહ્યું છે કે જે દિવસે દિવસે આજ મેં કેટલા ગુણો એકઠા કર્યા તે જોતો નથી અવગુણથી રોકાતો નથી. તે પોતાના આત્માનું કઈ રીતે હિત કરશે અથવા જે વિશેષે કરીને આત્માની ગતિ આદિના લક્ષણને જાણે છે તે વિશેષજ્ઞ છે. વળી તેવી રીતે કહ્યું છે કે અહીંયા કયા કર્મથી મારી ઉત્પત્તિ થઈ છે ? આ ભવથી ક્યાં જઈશ (જવાનું થશે) આવી વિચારણા જેના હૃદયમાં ઉત્પન્ન થતી નથી. તે ધર્મમાં પ્રવીણ કેવી રીતે થશે અથવા વિશેષ પ્રકારે કાલ વિ. ને ઉચિત અંગીકાર આદિ લક્ષણને એટલે કે કાલાદિ ને વિષે છોડવા માટે અથવા મેળવવા માટે યુક્ત, તત્ પ્રકારના સ્વરૂપને જે જાણે છે. અને પ્રવૃત્તિ કરે છે તે વિશેષજ્ઞ છે. દીપકના કોડીયામાં ઉતાવળથી તેલ પૂરવાથી જમીન પર પડી ગયેલા તેલથી જોડાને માલીશ કરનારા સસરાના ઔદાર્યાદિ ગુણની પરીક્ષાને માટે તીવ્ર પેટના દર્દને કહેનારી વહુના પ્રવાલાદિની ભસ્મનો રોટલો કરનાર શ્રેષ્ઠિની જેમ તથા શ્રેષ્ઠિએ વહુને કહ્યું કે જે (નર) ખોવાઈ ગયેલી કાંકણીને પણ હજાર સોનામહોરની જેમ શોધે છે. અને સમય આવ્યે છતે કોટિ દ્રવ્ય હાથથી છોડી દે છે તેને લક્ષ્મીછોડતી નથી. એ પ્રમાણે ધર્માધિકારે પણ વિશેષજ્ઞ-યોગ્ય છે. આગમમાં કહ્યું છે કે :- સર્વ રીતે સંયમને અને સંયમથી આત્માની જ રક્ષા કરવી જો આત્મા (જીવન) હયાત હશે તો તે પાપથી મુક્ત થઈ ફરીને પણ શુધ્ધ થઈ શકશે અને અવિરતિપણું રહેશે નહિ. વિશેષજ્ઞના વિષયના દૃષ્ટાંતો શ્રી અભયકુમાર મંત્રી, શ્રી વજા સ્વામિ, શ્રીમઆચાર્યરક્ષિતસૂરી આદિના જાણવા, તેવી રીતે અપ્રમત્ત એટલે કે નિદ્રા, વિષય, વિકથા મદ્યાદિ, પ્રમાદ રહિત (વ્યસન થી મુક્ત) તે ધર્મને યોગ્ય છે. સૂરપ્રભરાજા વિ. ની જેમ... પ્રમાદિને શશી રાજા વગેરેની જેમ ધર્મશ્રધ્ધા વગેરેની પ્રાપ્તિ થતી નથી કહ્યું છે કે, પાપમાં જ આસક્ત છે તેના ચિત્તમાં ધર્મકથાને સ્થાન મળતું નથી. કાળારંગ વાળા કપડામાં લાલ રંગ લાગતો નથી. જે સ્થિર એટલે કે એકાગ્રચિત્તવાળો છે. તે ધર્મને યોગ્ય છે. અસ્થિર ચિત્તવાળાનેતો ક્ષીરાસ્ત્રવાદિ લબ્ધિવાળાઓથી પણ બોધ પમાડવો શક્ય ન હોવાથી ધર્મને માટે યોગ્ય નથી.
એક અને ચિત નામના બે કુમારોમાંથી શ્રી વીર પ્રભુના વચનથી પ્રતિ બોધિત નહિ પામેલા કુમારની જેમ જેણે આસક્તિના ત્યાગ વડે સ્પર્શાદિ
MAARRRRRRAPBOARD BRABARBRARRARBRARRRRRRRRRRRRRRRRRRRRRBBBBBBBBBRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
BR8assadeedbassassettsbiaseds88889Rg
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (76)
તરંગ - ૧૩ ]
#Beta Balan Eા
B9CBDOBRONADONDOOSACESTBERBASEROMBARDOORS,