________________
પછી મંત્રીએ જૈન મુનિને બોલાવ્યા ક્ષમા (શાન્ત) દમન (દાન્ત) જીતેંદ્રિય, અધ્યાત્મયોગમાં ડુબેલું મન છે જેનું એવા મારે આવું ચિંતવવાથી શું ? કે મુખ (વદન) કુંડલવાળું હતું કે નહિ ? એ પ્રમાણે તે સમસ્યાને પૂરી કરી. તે સાંભળીને રાજા આશ્ચર્ય પામ્યો કારણ કે ક્ષણ વા૨માં વસ્તુની સારતા અને અસારતાની સૂક્ષ્મ રીતે પરિક્ષા કરનારા છે. પવન રૂના પુંમડાના સમૂહનો અને પત્થરોના સમૂહનો નિશ્ચય કરે છે. પછી પ્રતિબોધ પામેલા એવા તે રાજાએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો ક્રમથી મોક્ષપદ ને પણ પ્રાપ્ત કર્યું ઈતિ એવી રીતે જે પ્રમાણે ધર્મ અધર્મ કર્યો છે. તે રીતે ધર્મ અધર્મ આદિ વસ્તુ તત્વને જે ધારે છે તે ધારક ધર્મને યોગ્ય છે.
જેની આંખ પલકારા મારતી નથી. મનથી કાર્યને સાધનારા જેની પુષ્પમાળા કરમાતી નથી. ભૂમિથી ચાર અંગુલ અધ્ધર રહે છે. તેને જિનેશ્વર દેવોએ દેવ કહ્યો છે. એ પ્રમાણે ગાથાના અર્થને ધારણ કરનાર રોહણીયા ચોર ની જેમ, ઉપશમ, વિવેક અને સંવર એ પ્રમાણે ત્રીપદી ધા૨ક ચિલાતી પુત્રની જેમ, ક્રૂર કર્મ કરનારો પણ સમતામાં રુચી ધરનારો (સમતા ભાવમાં રમનારો) પાપથી છૂટે છે જેમ અંધકારથી છવાયેલો મહેલ (ઘર) દીપ થતાંજ પ્રકાશમય બની જાય છે. (અંધકાર ચાલ્યો જાય છે) એ પ્રમાણે શ્લોકના અર્થને ધા૨ના૨ા કેસરી ચોરની જેમ.....
શ્રી વર્ધમાન જિનના સમવસરણમાં આવેલા તે દેશનાને ધારનારા આધારક અને એકચિત્ત, એ નામના બેકુમારની જેમ અને તેનો સબંધ બોહિએ તેણ નાએણેત્તિ. દિનકૃત્યની ગાથાની વૃત્તિથી જાણી લેવું. અને તેમાં આરાધક ને અયોગ્ય બતાવ્યો છે તેવી રીતે વસ્તુ - અવસ્તુને, કૃત્ય અકૃત્યને અને સ્વ અને પરને જે વિશેષ સ્વરૂપે જાણે છે. તે વિશેષજ્ઞ છે. તે ધર્મને માટે યોગ્ય છે. કહ્યું છે કે વસ્તુના ગુણ દોષમાં અપક્ષપાતપણાથી જુએ છે તે પ્રાયઃ કરીને વિશેષજ્ઞ જાણવો તે ધર્મને માટે ઉત્તમ છે. (તે ઉત્તમ ધર્મને માટે યોગ્ય છે.) અથવા વિશેષે કરી પોતાનાજ ગુણ દોષના કારણ એવા લક્ષણને જાણે છે. તે વિશેષજ્ઞ છે.
કહ્યું છે કે :- જે મનુષ્ય હંમેશા પોતાના ચરિત્રને જૂએ છે. કે શું હું પશુ જેવો છું. કે શું હું સત્પુરુષ (સજ્જન પુરુષ) જેવો છું..... તે વિશેષજ્ઞ છે. શ્રી
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 75 તરંગ
-
૧૩