________________
તેવી રીતે જે સમર્થ છે તે ધર્મને માટે યોગ્ય છે. હવે સમર્થનું લક્ષણ કહે છે. જે ધર્મ કરતાં ધર્મને નહિ માનનારા અથવા જુદા ધર્મને માનનારા અને ધર્મ નહિ કરનારા, ધર્મની શ્રધ્ધા વગરના, માત-પિતા, સ્વામિ, શેઠ, વડિલ ભાઈ, વિ. બીજાથી નહિ ડરનારા સમર્થ છે. તથા જેણે પૂર્વે મિથ્યાત્વાદિ દેવને પૂજ્યા છે અને વર્તમાનમાં પૂજતો નથી. તે દેવોએ કરેલા વિપ્ન ઉપસર્ગાદિથી ક્યારે પણ તે ડરતો નથી તે સમર્થ છે.
કેટલાક પુરુષો એવા છે કે ધર્મમાં ઉત્સાહથી જોડાય છે પછી વિન ઉપદ્રવ આવતાં તોફાની ઘોડો જેમ સ્વાર ને ફેંકી દે તેવી રીતે ધર્મને છોડી દે છે. વળી તે પ્રતિબોધિત (બોધ પામેલો) છે કે જે ધર્મમાં વિખ, ઉપદ્રવ વિ. આવવા છતાં પણ તેમાં જ ઉદ્યમવંત બની રહે છે. તે સુંદર ભાવવાળો સર્વ રીતે ધર્મનો અધિકારી છે. ગોત્ર દેવીથી કરેલા વિવિધ પ્રકારના ઉપસર્ગોથી પણ પોતાની ધર્મની દૃઢતાને નહિ છોડનારા કુમારપાળ મહારાજા, આરામનંદન, શુકપરિવ્રાજક આચાર્ય અક્ષોભિત, સુદર્શન શ્રેષ્ઠિ, માતા-પિતા વિ. સ્વજનાદિ, અમરદત્ત વિ. ધર્મને નહિ છોડનારાના આ દૃષ્ટાંત છે.
તેવી રીતે મધ્યસ્થ ધર્મ ગ્રહણ કરવા માટે અધિકારી છે. તેનું લક્ષણ કહે છે - જેની કદાગ્રહી બુધ્ધિ ન હોય, સવિચારવાળો હોય અને સુદક્ષ (ચતુર) વિ. ગુણવાળો હોય અને કોઈપણ સ્થાને રત (આસક્ત) ન હોય, તેને મધ્યસ્થ ગુણવાળો શાસ્ત્રમાં કહ્યો છે. તેજ વાસ્તવિક ધર્મ અધર્મ આદિ વસ્તુતત્વ (સાર)ની પરીક્ષા કરે છે. કહ્યું છે કે :- જેવી રીતે નિર્મલ દર્પણમાં પાસે પડેલી વસ્તુઓનું પ્રતિબિંબ પડે છે. તેવી રીતે ખરેખર મધ્યસ્થ ગુણવાળામાં સમ્યકુધર્મ આવી જાય છે.
શાસ્ત્રની સહાય વિના બુધ્ધિનું સંસ્કરણ, લોચન વિના વસ્તુનું જોવું તેની જેમ આચાર્યની શિક્ષા વિના પ્રાપ્ત થયેલું માધ્યસ્થપણું અત્યંત કુશળ છે.
અહીંયા દૃષ્ટાંત તો પહેલાં કહેલા સોમવસુ બ્રાહ્મણ આદિના છે. તેવી રીતે પરીક્ષક પણ સાર - અસાર વસ્તુની પરીક્ષા કરવાના કારણે તે યોગ્ય છે કુરુચંદ્ર રાજાદિની જેમ વળી અપરીક્ષક મોદક આદિ ગ્રહણ કરવાથી રત્ન વિ. ના ત્યાગી બાળક વિ. ની જેમ સારનો ત્યાગ કરીને અસાર ગ્રહણ કરનારા
gវារមាណបណណលរលាលលលលលលលលងមesaeatest
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (73
શeતકરણangaataaaaaaaaazaagaeeટરશBકારકazશક્ષણા
તરંગ - ૧૩ 188BEURSES ADRESSB809000BDBERBEBASSBREREBBE