________________
સોમવસુની કથા
કૌશાંબી નગરીમાં સોમવસુ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેણે એક વખત કથાકારની પાસેથી ધર્મ સાંભળીને કથાકારને પૂછ્યું હે ! કોની પાસે ઉત્તમ ધર્મ છે ? ત્યારે કથાકારે કહ્યું મીઠું ખાવું, સુખે સુવું અને આત્માને લોકપ્રીય બનાવવા આ ત્રણ પદના અર્થને જે સારી રીતે જાણે છે અને પાળે છે તેની પાસે સાચો ધર્મ છે. પછી તે વિવિધ દેશના ધર્મીઓને તેના અર્થને પૂછતો કોઈક ગામમાં તાપસના મઠ (આશ્રમમાં આવ્યો. તાપસની પાસે અર્થને પૂછે છે. તેણે પણ કહ્યું અમારા ગુરુએ પણ એજ પ્રમાણે કહ્યું છે. પરંતુ અર્થ કહ્યો નથી. તેથી મેં મારી બુધ્ધિથી આ પ્રમાણે અર્થ કર્યો છે. મંત્ર, ઔષધી વિ. વિધિથી આત્માને લોકપ્રીય કર્યો છે. તેથી હું મીષ્ટ ભોજની છું. એટલે કે તેથી મેં મીષ્ટ ભોજન પ્રાપ્ત કર્યું છે. આ મઠ (આશ્રમમાં) નિશ્ચિતતાથી સુખેથી સુવું છું. તે સાંભળી ને બ્રાહ્મણે વિચાર્યું કે આ અર્થ બંધ બેસતો નથી. કારણ કે મંત્ર, ઔષધિઓ ખરેખર જીવના ઘાતથી થાય છે. તો પરમાર્થથી આત્મા લોકપ્રીય કેવી રીતે બને ? પ્રાયે કરીને મીષ્ટ ભોજન જીવના ગાઢ રસની ગૃધ્ધિ (આસક્તિ) પેદા કરે છે. તેથી તો ભવની વૃધ્ધિ થાય તેથી પરમાર્થથી તે ભોજન કડવું છે. ધર્મના અર્થીને સુખશૈયા પણ નિષેધેલી છે.
કારણ કહ્યું છે કે - સુખશયા, આસન, સ્નાન કરવું, તાંબૂલ ખાવું, સારા કપડાં પહેરવા (વસ્ત્રની શોભા), દાંતણ કરવું. અને અત્તર વિ. સુગંધી પદાર્થોને શરીર પર લગાડવા તે બ્રહ્મચર્યનું દૂષણ છે. (બ્રહ્મચારી ને માટે દૂષણ રૂપ છે.) પછી તેને પૂછીને તે તેના સધર્મી પાસે ગયો અને અર્થને પૂછે છે તેણે કહ્યું એકાંતરે ઉપવાસ કરવાથી હું મીષ્ટ ભોજી છું. અધ્યયન અને ધ્યાનમાં તત્પર હું સુખે સૂઈ જવું છું. નિસ્પૃહતા ને કારણે લોકપ્રીય છું. આ પ્રમાણે સાંભળીને બ્રાહ્મણે ચિંતવ્યું આ શ્રેષ્ઠ તો છે. પરંતુ આ પણ જ્યાં જમે છે. ત્યાં એના માટે ભોજન કરવાના કારણે મોટી જીવ વિરાધના થાય છે. તો પછી લોકપ્રીય કેવી રીતે ?
[l[Bengaganben Jahangindianawantinuinduindષાળnsinaaaaaaawaanidananuinnumaataaw
aanuધાડા
saatsa8888888888B%aa%Baaaaaaaafeesa8888888
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
(71
તરંગ - ૧૩