________________
તરંગ - ૧૩
એ પ્રમાણે અનેક પ્રકારે સાંભળનારના વિષયનું યોગ્યાયોગ્ય સ્વરૂપ કહીને હવે કેટલાક કંઈક યોગ્ય શિષ્યને વિષે કહે છે.
(૧) અર્થી (૨) સમર્થ (૩) મધ્યસ્થ (૪) પરીક્ષક (૫) ધારક (૬) વિશેષજ્ઞ (૭) અપ્રમત્ત (૮) ઘર (૯) જીતેન્દ્રિય પ્રાયઃ કરીને આ ધર્મની સાધના કરનારા છે.
પદની ઘટના સરળ છે. તેમાં અર્થીના સ્વરૂપને કહે છે - તે અર્થી છે જે ધર્મને ખોવાયેલા નિધાનની જેમ શોધે છે. અને જાણનારને પૂછે છે. તેમજ ધર્મને મેળવીને જે સંતુષ્ટ થાય છે. તેને ઉત્તમ વિચાર વાળો અર્થી, બીજી જગ્યાએ પણ કહ્યું છે કે અર્થી તેને જ જાણવો જે સંસારના ભયને હરે છે. (દૂર કરે છે, તેમ કરવું એજ પરમાર્થ છે. બાકી બીજું બધું અનર્થ છે. એમ જે માને છે. તે અર્થી છે અને ગુરુને તેના ભેદ, વિષય, વ્યવહાર અને નિશ્ચયાદિ પૂછે છે ત્યારે તેના સ્વરૂપ ને જાણીને નિરંતર (દરરોજ) તેનો અભ્યાસ અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. તેનાથી વિરુધ્ધ પ્રવૃત્તિ કરનારને છોડી દે છે. સારી કથા વિ. સાંભળવાથી હર્ષ પામે છે. અશુભ કથાથી નારાજ થાય છે. વિરુધ્ધ આચરણને (પ્રવૃત્તિ) જેણે છોડ્યા છે તે વિશેષે કરીને ધર્મના અર્થીનું યોગ્ય લક્ષણ જાણવું. અને આથી વિરુધ્ધ લક્ષણવાળો અયોગ્ય જાણવો. વળી પણ કહે છે કે - જેમ ભોજનની ઈચ્છા અને સ્ત્રી પ્રત્યે રાગ હોય છે. તેમ પરલોકના પ્રધાન અનુષ્ઠાનમાં તેવા પ્રકારનો રાગ કરવો તે સારભૂત છે. પોતાની ચિકિત્સા કરવાને નહિ ઈચ્છતા મોટા રોગવાળા રોગીને જોઈને તેની ચિકિત્સા કરવાને માટે વૈદ્ય કોઈપણ રીતે ઈચ્છતો નથી. જેમ અગ્નિ વિનાની રાખમાં ફૂંકણી ફૂંકતાં (ફૂંકવાનું) અથવા બહેરા માણસને ભાષણ સંભળાવવાનું જેમ વિફલ છે. તેમ જેનું હૃદય અર્થી પણાથી રહિત છે તેને ભણાવવાનો બુધ્ધિશાળીનો પ્રયાસ વિફલતાને પામે છે. અર્થાત્ નિષ્ફળ બને છે. તે કારણે ધર્મનો અર્થ જ ધર્મને યોગ્ય છે. સોમવસુ બ્રાહ્મણની જેમ તે દૃષ્ટાંત આ પ્રમાણે છે :
tanggang.PegasaBaRRRRRRRRuuuuuugaaaaaaaaaaaaawaanasmaaaaaa
8888888888888888888888888888888888888
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
તરંગ - ૧૩