________________
એ પ્રમાણે કેટલાક ગુરુઓમાં જેવો જોઈએ તેવો વેષ ન હોવાથી રુપ નથી, પ્રમાદ વિ. માં પડી જવાના કારણે ક્રિયા પણ નથી પરંતુ શુધ્ધ માર્ગની પ્રરૂપણા રૂપ ઉપદેશ છે. દા.ત. પ્રમાદમાં પડીને પરિવ્રાજક વેષધારક તથા શુધ્ધ માર્ગની પ્રરૂપણાની અવસ્થામાં રહેલા શ્રી પ્રથમ તીર્થપતિ આદિનાથના પૌત્ર મરીચિ આદિની જેમ અને પાસસ્થાદિની જેમ ગુરુમાં ઉપદેશ હોય પણ રૂપ અને ક્રિયા ન હોય પાસત્થાઓમાં ક્રિયા નહિ હોવાથી જ તેઓના તે નામની પ્રવૃત્તિ થયેલી છે. તેમ તેઓમાં પ્રાયઃ વેષનો પણ અભાવ છે.
કહ્યું છે કે તેના વસ્ત્રો સારી રીતે પડિલેહણ કર્યા વિનાના, પ્રમાણ વિનાના તથા કિનારીવાળા રેશમ આદિના હોય છે. વળી જેઓએ સ્વેચ્છાચારીપણું તજેલું છે તેમાં શુધ્ધ પ્રરુપકપણું તો હોય છે.
વળી કહ્યું છે કેઃ- એવા જે પાસત્કાદિ નો સંગમ કરવાથી (થવાથી) પ્રાયઃ કરીને ચારિત્રનો નાશ થાય છે. સ્વેચ્છાચારીની સંગતિ સમ્યકત્વને હરનારી છે. તેનું લક્ષણ આ પ્રમાણે છે. ઉત્સુત્રનું આચરણ કરતો અને ઉસૂત્રની જ પ્રરૂપણા કરતો હોય તેને “યથા છંદક” કહ્યો છે. યથાછંદક અને ઈચ્છાછંદક એકજ અર્થવાળા છે. ઈચ્છા મુજબની મતિ કલ્પના કરીને સુખશાલીયો થઈને વિગઈમાં લોલુપી, રસગારવ, ઋધ્ધિગારવ અને સાતા ગારવ એમ ત્રણ પ્રકારના ગારવમાં ડુબેલો જે છે તેને યથાછંદક જાણવો એ પ્રમાણે ઘણા વિકલ્પ પૂર્વક જાતે જ ઉત્સુત્ર આચરણ કરનારો બીજાને ઉપદેશ આપનારો જે છે તેને શિખામણ આપતાં પણ તેઓ સ્વેચ્છાચારી થાય છે. ઈત્યાદિ હંમેશા દશદશને પ્રતિબોધ કરનારા નંદિષેણ મુનિ જેવા શ્રાવકનું લીંગ (વેષ) હોવાથી ગુરુની પંક્તિમાં આવતા નથી. ઈતિ બીજો ભંગ.
મધુકર :- એટલે ભ્રમર તે પણ આકાશમાં ઉડનારો હોવાથી પક્ષી કહેલ છે. તે બરાબર છે. (વિરુધ્ધ નથી) ભ્રમરપક્ષીમાં, તે કાળા રંગનો હોવાથી રૂપ નથી, તેમ તેનામાં ઉપદેશ પણ નથી, કારણ કે તેના સ્વરમાં તેવા પ્રકારનું ગાંભીર્ય કે મીઠાશ નથી. તેનામાં માત્ર ક્રિયા છે. ઉત્તમ શ્રેષ્ઠ જાતીના પુષ્પોમાંથી તેને (પુષ્પને) દુ:ખ યાનિ ગ્લાની ન પહોંચે તે રીતે પરિમલ ને (મધને) ચૂસતો (પીતો) હોવાથી તેનામાં માત્ર ક્રિયા છે. તેવી
HannaBasuીરીdataawaaniiiansienazaaaaaaaaaaaaaaaaaaવશ્વકરાળ
88888888888888888888888888888888@@
| ઉપદેશ રત્નાકર ગુર્જર ભાવાનુવાદ) (80)
તરંગ - ૧૪ "|
ફેર
gaBaa#sugga#