________________
આ અધ્યયન ભણાવવામાં આચાર્યની હોંશિયારી - કુશળતા સારી નહીં હોય અથવા આ અધ્યયન સારું નહીં હોય નહીં તો શું આ ભણી શકે નહિ ? વળી પણ તે પ્રકારે કુશિષ્યને ભણાવવામાં તેની ધારણા શક્તિના અભાવે ઉત્તરોત્તર સૂત્ર અર્થનો અભ્યાસ ન થવાથી (નહીં આવડવાથી) આચાર્યને અને સકળ શાસ્ત્રોમાં રહેલા સુત્ર અને અર્થનો નાશ થવાથી કુશળ અભ્યાસીઓને શ્રોતાઓને) ઉત્તરોત્તર સૂત્ર અર્થ લેવામાં હાનીનો પ્રસંગ બને અર્થાત્ આમને (આચાર્યને) કાંઈ આવડતું નથી. તેમ માની તેમની પાસે અભ્યાસ માટે જાય નહિ. કહ્યું છે કે :
આચાર્ય અને સૂત્ર વિષે સૂત્ર અર્થનો નાશ અને નીંદા થાય છે. બીજાને પણ અભ્યાસ વિ. ની હાની થાય છે. દૂધ નહિ આપનારી એવી વાંઝણી ગાયને ગમે તેટલો તેની પીઠાદિ પર હાથ ફેરવીએ તો પણ તે દૂધને આપતી નથી.
મગશૈલ થી વિરોધ રૂપ યોગ્યશિષ્યના વિષયમાં કાળીભૂમિનું દષ્ટાંત:
કાળી ભૂમિના પ્રદેશમાં વર્ષાદનું પહેલું ઘણું પાણી પણ તેજ જમીનની નીચે સમાઈ જાય છે. થોડું પણ તેમાંથી બહાર વહી જતું નથી. એ પ્રમાણે જે વિનયવાન શિષ્ય છે તે સકલ સૂત્ર અર્થના ગ્રહણ કરવામાં અને ધારવામાં સમર્થ છે તે કૃષ્ણ ભૂમિ પ્રદેશ સરિખો છે. તે યોગ્ય છે તેથી તેને અધ્યયન ભણાવવું જોઈએ. તે કહ્યું છે કે ઘણો વરસાદ વરસે તો પણ કૃષ્ણ ભૂમિ પરથી પાણી વહી જતું નથી. ગ્રહણ અને ધારણા કરવામાં સમર્થ શિષ્યને અવિચ્છિન્ન પણે આપવું જોઈએ. એટલેકે ભણાવવું જોઈએ.
- હવે ઘડાના દૃષ્ટાંતની વિચારણા કરે છે - ઘડા બે પ્રકારના હોય છે. તે આ પ્રમાણે નવા અને જૂના હમણાંજ તૈયાર થયેલા કુંભારને ત્યાંથી લાવેલા તે નવા ઘડા.
જીર્ણઘડા બે પ્રકાર છે. - સંસ્કાર (વાસ) વાળા અને સંસ્કાર (વાસ) વિનાના.
RibbibhutiisaHititutionalistianitializiaaah
aaaaaaaaahuuuuuuuuuuuu
ધaaaaaaa%a
Readgansidhશaaaaaaaaaaaaહવાલા રરરકાર
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (58)
તરંગ - ૧૨ ||
tarsaanલાatsangapotaaaaaaaaaaaaaaaed