________________
(મુકતાફળની) ધાન્યની ફલોની ઉપલક્ષણથી બીજા પણ એટલે કે વિવિધ ઔષધિ આદિની ઉત્પત્તિમાં જીવોમાં પોતપોતાની યોગ્યતાદિ પ્રમાણે મણી મુકતા ફલાદિની જેમ ધર્માદિ ફલની સિધ્ધિનું કારણ બને છે.
કહ્યું છે કે - આંબામાં, લીમડામાં, સુતીર્થે, કચરાના ઢગલામાં, છીપલીમાં, સર્પના મુખમાં, ઔષધાદિમાં, ઝેરી ઝાડમાં, મોટા સરોવરમાં, પર્વતમાં, પીળી ભૂમિમાં કે કાળી જમીનમાં, શેરડીના ખેતરમાં, કોઠાદિ વૃક્ષના ગહન વનમાં વરસાદનું પાણી તે તે રૂપે પરિણમે છે. તેવી રીતે સદ્ગુરુનો ઉપદેશ પણ યોગ્યમાં અને અયોગ્યમાં તે તે રૂપે પરિણમે છે.
|| ઈતિ એકાદશસ્તરંગ સમાપ્ત: ||
તરંગ - ૧૨
હવે બીજી રીતે યોગ્યાયોગ્યના સ્વરૂપને પ્રકટ કરવા માટે આગમની ગાથાને જ કહે છે. -
શૈલ, મેઘ, ઘડો, ચાલણી, સુઘરી પક્ષીનોમાળો, હંસ, પાડો, બકરો, મસક, જળો, બિલાડી, પ્રાણી વિશેષ, ગાય, ભેરી, રબારણ વિ. ના દૃષ્ટાંત વડે યોગ્યાયોગ્યની સિધ્ધિ કરે છે.
હવે તે યોગ્યાયોગ્ય પણું બતાવવા માટેના ઉદાહરણો કહે છે.
સેલ:- મગના દાણા જેટલો પત્થરનો નાનો ટુકડો તે શૈલ.... ઘન = મેઘ શૈલ અને મેહ = શૈલઘન.
શૈલઘનનું ઉદાહરણ પ્રથમ કહે છે. કુટ = ઘડો, ચાલણી પ્રસિધ્ધ છે. પરિપૂર્ણક = સૂઘરીનો માળો, હંસ, પાડો, બકરો, મસક, જળો અને બીલાડીઓ પ્રસિધ્ધ છે. પ્રાણીવિશેષ (ઉંદરાદિ, ગાય, ભેરી અને રબારણ પણ પ્રસિધ્ધ છે.
ગાથાર્થ - ઉદાહરણ બે પ્રકારે હોય છે. એક વાસ્તવિક એટલે કે સત્ય હકીકત બતાવનારું અને બીજુ કાલ્પનિક.
EmashtanganasmaanastashalalitanandamataanegateasertBagsatsaaaaaaaaaaaaaaaaaaaawunitaininghauhanashahanagar
B2Bsagadg8agalogg003860008
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (56)
તરંગ - ૧૨ ]