________________
તે વખતે અકારણ - ફોગટ જેવા તેવા પ્રશ્નો પૂછે છે અથવા કલેશ વિકથાદિ કરીને પોતાને અને બીજાને અનુયોગના શ્રવણમાં અડચણ (અંતરાય) ઉભી કરે છે. તે પાડા જેવો છે. તે એકાત્તે અયોગ્ય છે. કહ્યું છે કે :- પાડો પોતે તો પાણી પીતો નથી અને ડોહળાઈ ગયેલું પાણી બીજુ યુથ પણ પીતું નથી. અર્થાત્ પોતે પીતો નથી અને અને બીજા (પાડાઓ)ને પીવા દેતો નથી. તેની જેમ જે શિષ્ય કલહ, વિકથાદિ કરે છે. અને જેવા તેવા પ્રશ્નો પૂછીને વ્યાખ્યાન ડહોળાવે છે તે કુશીષ્ય છે. અને તે ઉપદેશ માટે અયોગ્ય છે.
બકરીનું ઉદાહરણ કહે છે - જેવી રીતે બકરી નાનું મોટું હોવાથી સંતોષી થઈ ખાબોચીયામાં રહેલું થોડું પણ પાણી ડહોળ્યાં વગર પીએ છે તેવી રીતે શિષ્ય પણ વિનય પૂર્વક આચાર્યના ચિત્તને પ્રસન્ન – ખુશ કરતો પ્રશ્ન પૂછે છે. તે બકરી સમાન છે. તે એકાન્ત યોગ્ય છે.
મશકના દૃષ્ટાંતથી સમજાવે છે :- જે શિષ્ય મશકની જેમ બડબડ કરતો જાતિ વિ. ને ખુલ્લી કરતો ગુરુના મનમાં વ્યથા ઉત્પન્ન કરે છે તે મશકની સારિખો છેતે અયોગ્ય છે. - જળો નું દષ્ટાંત ઘટાવે છે :- જેવી રીતે જળો શરીરને દુઃખ આપ્યા વગર લોહી પીએ છે તેવી રીતે જે શિષ્ય પણ ઉપદેશકને દુઃખ નહિ આપતો શ્રુત જ્ઞાન ગ્રહણ કરે છે. તે જળો સમાન છે.
કહ્યું છે કે - જળો દુઃખ આપ્યા વગર લોહી પીએ છે તેવી રીતે સુશિષ્ય શ્રુત જ્ઞાન આપનારને વ્યથા - બાધા પહોંચાડ્યા વગર જ્ઞાન ગ્રહણ કરે છે. તે યોગ્ય છે.
બિલાડીના દૃષ્ટાંત થી સમજાવે છે :- જેવી રીતે બિલાડી પાત્રમાં રહેલું દૂધ જમીન પર ઢોળી દઈને પીએ છે. તેવી રીતે દુષ્ટ સ્વભાવના કારણે શિષ્ય પણ વિનય આદિ કરવાની બીકથી સાક્ષાત્ ગુરુની પાસે જઈને સાંભળતો નથી પરંતુ વ્યાખ્યાન સાંભળીને ઉઠેલા કોઈકની પાસેથી સાંભળે છે. તે બિલાડી જેવા છે, તે અયોગ્ય છે.
હવે જાહક એટલે કે તીર્થંચ વિશેષનું ઉદાહરણ કહે છે :જેવી રીતે જાહક થોડું થોડું પાણી પીને બાજુમાંથી ચાટે છે તેવી રીતે
EઊaaaaaaaaaanતારnanandshahhswanaissannaaaaaaaaaaaaaaaaaaayasahanashaBaagya
શિagazક88888888888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (62)
તરંગ - ૧૨ ||
laaaaaaaaaaaaaaaaaaaaaaaapaaagatamaegnanagal