________________
શિષ્ય પણ પહેલાં ગ્રહણ કરેલાં સૂત્ર અર્થને ધારીને બીજાને પૂછે છે. તે જાહક સમાન છે. અને તે શિષ્ય યોગ્ય છે.
ગાયનું દૃષ્ટાંત
ગાયનું દૃષ્ટાંત કહે છે ઃ- કોઈ એક કુટુંબે કોઈક પર્વના દિવસે ચાર વેદના પારગામી ચાર બ્રાહ્મણોને ગાય આપી પછી તેઓ પરસ્પર વિચારવા લાગ્યા કે આપણા (અમારા) ચાર વચ્ચે ગાય એક છે તો શું કરવું? ત્યારે એકે કહ્યું વારાફરતી તેને દોહવી. એ પ્રમાણે સારૂં લાગવાથી બધાએ તે વાત સ્વીકારી પછી પહેલાં દિવસે જેની પાસે ગાય આવી. તેણે વિચાર્યું કે જેવી રીતે હું આજે દોહું તો કાલે બીજો કોઈ દોહશે તો શા માટે ફોગટ ઘાસ વિ. નીરુ (ખવડાવું) આમ વિચારીને તેને કાંઈ પણ આપ્યું નહિ. એ પ્રમાણે બીજાઓએ પણ એ પ્રમાણે કર્યું તેથી તે ગાય ચાંડાલના કુળમાં આવી પડેલાની જેમ ઘાસ - પાણી આદિથી રહિત મૃત્યુ પામી તેથી લોકમાં તે બ્રાહ્મણોની નીંદા થવા લાગી. અને બીજા વિપ્રોને (બ્રાહ્મણોને) ગોદાન વિ. મલતું બંધ થઈ ગયું.
એ પ્રમાણે શિષ્ય પણ ચિંતવે છે. કે આચાર્ય એકલા જ અમને ઉપદેશ આપતા નથી. પરંતુ બીજા નિશ્રિતને (પ્રાતિચ્છકોને) પણ આપે છે. તો પછી તેઓ જ વિનયાદિ ક૨શે. અમારે ક૨વાની શી જરૂર છે ? પ્રાપ્તિચ્છકો (બીજા ભણનારા) પણ ચિંતવે છે કે પોતાના (તેમના) શિષ્યો જ બધું કરશે અમારે શું ? વળી અમારે કેટલો કાળ રહેવાનું છે. પછી આ પ્રમાણે તેઓની આવી વિચારણાથી બેની વચ્ચે આચાર્ય દુઃખી થાય છે. (સીદાય છે) લોકમાં પણ તેઓની નીંદા થઈ. બીજા ગચ્છમાં પણ તેઓને સૂત્રઅર્થ દુર્લભ થઈ ગયા તેથી તેઓ ને ગાયનું દાન લેનારા બ્રાહ્મણની જેમ અયોગ્ય કહ્યા છે. કહ્યું છે કે :
બીજો આવતી કાલે દોહશે તો પછી ફોગટ ઘાસ વિ. શા માટે આપું ? આ પ્રમાણે વિચારીને તેણે ગાયને કંઈપણ ન આપ્યું. તેથી તે ગાય મૃત્યુ પામી અને બ્રાહ્મણોની નીંદા હાની થી. (બીજી ગાયોના દાન ન મલવાની હાની થઈ) શિષ્યો સમજે છે કે પ્રાતિચ્છકો ક૨શે પ્રાતિચ્છકો કહે છે શિષ્યો
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 63
તરંગ - ૧૨