________________
એ પ્રમાણે કન્વી (જાડેલા - સાંધેલા) કરેલા સૂત્ર - અર્થને કહેવામાં (અનુયોગમાં) ગુરૂપણ (ઉપદેશ દેવા માટે) યોગ્ય નથી.
કહ્યું છે કેઃ- જે શિષ્ય ભૂલેલા સૂત્ર અર્થને હું ભણેલો છું એમ માની અભિમાન થી કંઈપણ પૂછતો નથી અને ભૂલેલું બીજા મત વિ. થી મિશ્ર કરીને પૂર્ણ કરે છે તે યોગ્ય નથી. - હવે આભીરી (રબારી) ના દૃષ્ટાંત વડે ભાવના કરે છે - કોઈ એક ભરવાડ પોતાની પત્નિ સાથે ગાડામાં ઘીને લઈને વેંચવા માટે નગરમાં પહોંચ્યો અને ચૌટામાં આવીને વણીકની દુકાને વેંચવા માટે તૈયાર થયો. ઘી ના ઘડા ઉતારવા માટે શરૂ કર્યા ત્યારે ગાડાથી નીચે ઉતરી ભરવાડણ ઉભી રહી અને એક પછી એક એ પ્રમાણે વારાફરતી ઘી ના ઘડા આપે છે અને તે ગ્રહણ કરે છે ત્યાં આપવા લેવામાં ઉપયોગ ન રહેવાથી વચ્ચે એક નાનો ઘડો પડીને ભાગી ગયો અને તેના અનેકશઃ ટુકડા થઈ ગયા. પછી ઘી ઢોળાઈ જવાથી દુઃખિત થયેલા મન વાળો પતિ ઠપકો આપવા માટે કર્કશ અને કઠોર શબ્દ બોલવા લાગ્યો હા ! હે દુઃશીલા ! ખરાબ ચરિત્ર વાળી તું પાપી છે. કામથી વિદ્વલ બનેલી મનવાળી તરુણ અને સુંદર રૂપવાળા એવા બીજા પુરુષને તું જાએ છે ! જેથી ઘડાને સારી રીતે પકડતી નથી પછી તે ભરવાડણ.... કર્કશ અને કઠોર શબ્દો સાંભળવાથી ઉત્પન્ન થયેલા ક્રોધના આવેશથી છાતી જેની કંપી રહી છે. હોઠ જેના ફફડી રહ્યા છે. ભમ્મરો ઉંચે ચડી ગઈ છે. પણછ ચડાવેલા ધનુષ્યની જેમ તીક્ષ્ણ કટાક્ષની શ્રેણીને નિરંતર ફેંકતી સામે બોલી હે અધમ ગામડીયા ! ઘીના ઘડાને પણ અવગણીને ચતુર મદોન્મત્ત કામિનીનાં (સ્ત્રીઓનાં) મુખ કમલને તું જૂએ છે. નહિ તો આટલીવાર ઉભો ન રહે ઉલ્ટા કર્કશ અને કઠોર શબ્દ વડે મારા ઉપર આક્ષેપ કરે છે.
પછી તે આ પ્રમાણેના સામા પ્રત્યુત્તરથી અત્યંત (ગરમ) અંગારા જેવો કોપ રૂપી અગ્નિવાળો તે જેમ તેમ બોલવા લાગ્યો. તે ભરવાડણ પણ તે પ્રમાણે બોલવા લાગી પછી બન્ને જણા સામસામા બાલ ખેંચવા પૂર્વકનું યુધ્ધ કરવા લાગ્યા પછી આગળ વધતા પગના સામસામા પ્રહારથી ઘણું કરીને ગાડામાં રહેલું બધુંજ ઘી જમીન પર ઢોળાઈ ગયું તેમાંથી કેટલુંક
Egષaalshastasiaaaaaaaaaaaaaaaaaaaaaaaaashaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa%a8%ess seatsaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
67
sssssssssesseeeeeeeeeeeeeeeeeeeease
તરંગ - ૧૦. Raaaaaaaaaa%B8%B2zafaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
បបរបបបបបបបបបបបបបប
រ ររររលននងង់