________________
દુઃખી નહિ થતાં નહિ સીદાતા) આચાર્ય અવિરત પણે સૂત્ર અને અર્થની પ્રવૃત્તિ કરે છે બધે પ્રશંસા થવા લાગી અને બીજા ગચ્છમાં તેઓને શ્રુતજ્ઞાન સુલભ થયું પરલોકમાં સદ્ગતિ આદિનો લાભ થયો.
ભેરીનું દષ્ટાંત |
દ્રારિકા નગરીમાં કૃષ્ણવાસુદેવની ત્રણ ભરી હતી. તે આ પ્રમાણે એક સંગ્રામિકા બીજી અભ્યદયા ત્રીજી કૌમુદિકા તેમાં પહેલી યુધ્ધકાલ ઉપસ્થિત થતાં સામન્ત વિ. ને જણાવવા માટે વગાડાય છે. બીજી વળી કોઈક તોફાન આવવાનું પ્રયોજન ઉભું થતાં લોકોને અને મંત્રીઓ વિ. ને જાણ માટે વગાડાય છે. ત્રીજી કૌમુદી આદિ ઉત્સવને જણાવવા માટે તે ત્રણેય ગોશીર્ષ ચંદનમય દેવતા અધિષ્ઠિત છે. તેની ચોથી ભરી અમંગલ અને ઉપદ્રવને હરનારી છે. તે કેવી રીતે પ્રાપ્ત (ઉત્પન્ન) થઈ તે કહે છે. તે કાલ અને તે સમયને વિષે જે શક્રેન્દ્ર હતો તેણે તે દેવલોકમાં દેવોની સભામાં કૃષ્ણ વાસુદેવના ગુણ કીર્તન ગાયા અહો ! આ ઉત્તમ પુરુષ છે, તે અવગુણ ગ્રહણ કરતો નથી અને નીચ યુધ્ધ વડે યુધ્ધ કરતો નથી. તેમાંથી એક દેવ તે વાત ને નહિ સ્વીકારતો ત્યાં આવ્યો ત્યારે વાસુદેવ પણ જિનેશ્વર ભગવંતને વંદન માટે જતા હતા ત્યારે તે દેવે રસ્તામાં દુર્ગધ મારતું મરેલા કૂતરાનું રૂપ વિકુવ્યું તેની ગંધથી બધા લોકો દૂર ભાગતા હતા (મોઢું ફેરવી દેતાં હતાં) તે વખતે વાસુદેવે કૂતરો જોયો અને દેવને કહ્યું અહો ! આના સફેદ દાંતો જાણે મરકતમણીના પાત્રમાં મુકતાફલની માળા જેવા શોભી રહ્યા છે. ત્યારે દેવે વિચાર્યું ખરેખર આ ગુણગ્રાહી છે પછી વાસુદેવના અશ્વ રત્નને લઈને ભાગ્યો અને તે મદુરાપાલકે જાણ્યું તેથી તે ક્રોધિત થયો અને અશ્વ હરાયો છે. તે કુમાર અને રાજાઓને જણાવ્યું ઘોડાને લેવાને માટે તેઓ પાછળ પડ્યા દેવે તેઓને તાડ્યા અને મારીને હટાવ્યા ત્યાંથી વાસદેવે નીકળીને હ્યું કે મારો અશ્વરત્ન કેમ લઈ જાય છે. આ ઘોડો મારો છે તારો નથી. ત્યારે દેવે કહ્યું આ ઘોડો યુધ્ધમાં જીતીને લઈજા વાસુદેવે કહ્યું ભલે સારૂં ! જો તું ભૂમિ પર છે હું રથમાં છું તું રથ લે ત્યારે દેવે કહ્યું મારે રથ જોઈતો નથી એ પ્રમાણે અશ્વનો અને હાથીનો નિષેધ કર્યો એટલું નહિ પણ ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (65) તરંગ - ૧૨
w
asiણપsanળાવનગરનારજરાજાના
saagassinaaaaaaaa
aaaaaaaaaaaaaaaaag#palanputalinawaaaaa