________________
ન
ક૨શે તેથી એકબીજા સેવા કરતા નથી. તેથી સૂત્ર - અર્થ ન મલવાની હાની થાય છે. અને બીજેથી પણ તેને પ્રાપ્ત થતું નથી.
આજ ગાયનું દૃષ્ટાંત બીજી રીતે (પ્રતિપક્ષે) યોજવું યાને ઘટાવવું :- જેવી રીતે કોઈક કૌટુંબીકે ધર્મની શ્રધ્ધાથી ચાર વેદ ને જાણનારા ચા૨ બ્રાહ્મણોને ગાય આપી. તેઓએ પણ પૂર્વની જેમ વારાફરતી દોહવાનું નક્કી કર્યું. પહેલે દિવસે જેના ઘરે ગાય આવી તેણે ચિંતવ્યું કે જો હું આ ગાયને ચારિ (ઘાસ) વિ. નહિ આપું તો ભૂખ અને ધાતુના ક્ષયથી પ્રાણનો ત્યાગ કરશે તેથી આ ગૌહત્યા કરનારા છે. એ પ્રમાણે લોકમાં મા૨ી નીંદા થશે. વળી અમને કોઈપણ (લોક) ગાય આદિ કંઈપણ આપશે નહિ અને જો મારું ઘાસ ખાવાથી પુષ્ટ થયેલી ગાયને બીજા બ્રાહ્મણ દોહશે તેથી મારા ઉપર મોટો ઉપકાર થશે હું પણ ફરીથી વારો આવશે ત્યારે હું પણ એને ફરીવાર દોહી શકીશ તેથી અવશ્ય તેને ઘાસ વિ. આપવું જોઈએ એમ વિચારીને તેને ઘાસ વિ. આપ્યું એ પ્રમાણે બીજા બ્રાહ્મણોએ પણ આપ્યું તેથી તે બધાય લાંબા કાળ સુધી દુધનું ભોજન કરનારા થયા અને લોકમાં પણ પ્રશંસાને પાત્ર બન્યા તે કારણથી ગાય વિ. બીજું પણ ઘણું બધું તેમને મલવા લાગ્યું. એ પ્રમાણે જે કોઈ પણ શિષ્ય ચિંતવે છે કે જો અમો આચાર્યનો કોઈપણ પ્રકારે વિનય આદિ ન કરીએ તો દુ:ખી થયેલા એવા તેઓ ધીરેધીરે ક્ષીણ થતાં થતાં નક્કી મૃત્યુ પામી જશે. લોકમાં પણ આ કુશિષ્ય છે. એ પ્રમાણે નીંદા થશે તેથી બીજા ગચ્છમાં પણ અમને અવકાશ (સ્થાન) નહિ મલે વળી આચાર્ય અમને દીક્ષા, શિક્ષા વ્રતાદિ આપવાના કારણે અમારા મહાઉપકારી છે. અને હાલ જગતમાં શ્રુત (જ્ઞાન) રત્ન આપનારા છે. તેથી અવશ્ય અમારે આમનો વિનયાદિ ક૨વું જોઈએ. અને અમારા વિનયાદિના સહાયપણાથી પ્રાતિચ્છકો (સાથે ભણતાં) નો પણ આચાર્ય થી થતો ઉપકાર અમારાથી જ શું પ્રાપ્ત નથી ? અમને પણ બમણા પુણ્યનો લાભ થાય છે. પ્રાતિચ્છકો પણ ચિંતવે છે કે ઉપકાર ન કર્યો હોવા છતાં આચાર્ય ભગવંત અમારા માટે વ્યાખ્યાનનો (ઉપદેશનો) પ્રયત્ન કરે છે, તેથી અમે શું પ્રત્યુપકાર કરવા માટે સમર્થ છીએ ? તો પણ જે કાંઈ કરીશું તે અમારા મહાન લાભને માટે છે. એ પ્રમાણે વિચારીને પારકી આશા રાખ્યા વિના વિનયાદિ કરે છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 64
તરંગ -
-
૧૨