________________
અર્થનો ઉપદેશ આપે છે. ત્યાં સુધી સમજે છે. અને જો વ્યાખ્યાન મંડપમાંથી ઉઠી જાય તો પૂર્વાપરનું સંન્ધાન કરવામાં નબળો હોવાથી કંઈપણ સ્મરણ કરી શકતો નથી. જે વ્યાખ્યાન મંડપમાં બેઠેલો અડધું ત્રીજા ભાગનું ચોથા ભાગનું કે તેનાથી પણ થોડા સૂત્ર અર્થને ધારે છે. અને જેવા ધાર્યા છે તેવા ફરી સ્મરે છે. કહી શકે છે તે ખંડ ઘડા જેવા છે. વળી જે કંઈક થોડું ઓછું સૂત્ર અર્થને ધારે છે. પાછળથી પણ તેવું જ યાદ રાખે છે. તે કાંઠલા વગ૨ના ઘડા જેવા છે. આચાર્યે કહેલા બધાજ સૂત્ર અર્થ ને ધારે છે. અને પછી પણ તેવી જ રીતે સ્મૃતિમાં લાવે છે - કહે છે. તે સંપૂર્ણ ઘડા સમાન છે.
હવે અહીંયા બતાવે છે કે છીદ્રવાળા ઘડા જેવા એકાન્તે અયોગ્ય છે. બાકીના ઉત્તરોત્તર શ્રેષ્ઠતર છે.
હવે ચાલણીના દૃષ્ટાંતથી ઘટાવે છે. :- ચાલણી લોક પ્રસિધ્ધ છે. જેનાથી લોટ વિ. ચાળી શકાય છે. જેવી રીતે ચાલણીમાં પાણી નાંખતાં તેજ ક્ષણે જ નીકળી જાય છે. અલ્પ સમય પણ ટકતું નથી. તેવી રીતે સૂત્ર - અર્થ દેતાં જ્યારે જે સમયે તે સાંભળે છે. (ગ્રહણ કરે છે) તેજ વખતે તે ભૂલી જાય છે. (સ્મૃતિમાંથી નીકળી જાય છે.) તેવા જીવો ચાલણી સમાન છે.
મગશૈલ છીદ્રવાલો ઘડો, ચાલણી સમાન શિષ્ય ના ભેદ બતાવવા માટે ભાષ્ય કર્તા એ ગાથા દ્વારા કહ્યું છે કે :- મગશૈલ, છીદ્રવાળો ઘડો, ચાલણી જેવા શિષ્યો કથાદિ ઉપદેશ સાંભળીને જ્યાં ઉઠે છે કે તૂર્ત જ સાંભળેલું ભૂલી જાય છે. એક કાનથી સાંભળે છે અને બીજાકાનથી નીકળી જાય છે.
તેથી ચાલણી સમાન આ પણ યોગ્ય નથી અને ચાલણીનો પ્રતિ પક્ષ એટલે કે વાંસના દલ (લાકડા)માંથી બનાવેલ તાપસના પાત્ર (કમંડલ)માંથી બિંદુમાત્ર પણ ઝરતું નથી.... નીકળી જતું નથી કહ્યું છે કે :- તાપસના લાકડાના કમંડલમાંથી ચાલણીની જેમ જરા પણ પાણી નીકળતું નથી. તેથી કમંડલ જેવો જે છે તે યોગ્ય છે.
-
:
હવે સુઘરીના માળાના દૃષ્ટાંત વડે સમજાવે છે ઃ- પરિપૂણક એટલે ઘી દૂધ ગાળવા માટેનું સાધન અથવા સુઘરી નામના પક્ષીનો માળો (ઘર)
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 60
તરંગ - ૧૨