________________
ભાવિતા (સવાસ) બે પ્રકારે છે ઃ- પ્રશસ્ત દ્રવ્ય વાળા અને અપ્રશસ્ત દ્રવ્યવાળા તેમાં જે કપૂર, અગરુ, ચંદનાદિ પ્રશસ્ત દ્રવ્યથી યુક્ત તે પ્રશસ્ત દ્રવ્ય ભાવિતા, પ્રશસ્ત દ્રવ્યથી યુક્ત તે પણ બે પ્રકારે છે. વામ્યા અને અવામ્યા કોઈપણ દ્રવ્યથી નહિ ખરડાયેલ (વાસ વગરના) તે અભાવિતા એ પ્રમાણે શિષ્યો પણ બે પ્રકારે છે. નવા અને જૂના તેમાં જે બાલભાવે વર્તતા અજ્ઞાની ને હમણાં જ ભણાવવાનું શરૂ કર્યું છે તે નવીન (નવા). જૂના (જીર્ણ) બે પ્રકારે છે. ભાવિતા - અભાવિતા, તેમાં અભાવિતા એટલે કોઈપણ અજૈન દર્શનથી ભાવિત નહિ થયેલા તે.
ભાવિતા બે પ્રકારે છે કુપ્રાવનિક પાસસ્થાદિ વડે અને સંવિગ્ન (નિગ્રંથસાધુ) વેડ ભાવિત હોય.
કુપ્રાવચનિક પાસસ્થાદિથી ભાવિત પણ બે પ્રકારે છે :- વામ્યા અવામ્યા સંવિગ્નથી ભાવિતા પણ બે પ્રકારે છે. વામ્યા અવામ્યા તેમાં જે નવિન અને જીર્ણ અભાવિતા,
મિથ્યા પ્રવચનકારથી ભાવિત પણ ભાવિત પણાને વમી દેનારા.... અને જે સંવિગ્નથી ભાવિત થયેલા સંવિગ્ન ભાવને નહિ છોડનારા અવામ્યા તે બધાજ યોગ્ય છે. બાકી રહેલા બીજા અયોગ્ય છે અથવા બીજી રીતે ઘડાના ઉદાહરણથી વિચારણા કરે છે ઃ- ઘડા ચાર પ્રકારે પણ હોય છે. તે આ પ્રમાણે છીદ્રવાળો ઘડો, કાંઠલા વગરનો (તૂટલો) ઘડો, કાંઈક તૂટેલો (ખંડિત) ઘડો અને પૂર્ણ ઘડો જેના નીચેના તળીએ છીદ્ર છે તે છીદ્રવાળો ઘડો વળી જેને કાંઠલો નથી તે કંઠ હીન ઘડો જે એક બાજુથી ખંડીત થયો છે. તે ખંડ ઘડો અને સર્વરીતે અખંડ છે તે પૂર્ણઘડો. આ પ્રમાણે શિષ્યો પણ ચાર પ્રકારના છે એમ જાણવા તેમાં જે વ્યાખ્યાન મંડપમાં બેઠેલો જે છે તે બધા જ અર્થ ને સમજે છે. અને વ્યાખ્યાનમાંથી ઉઠ્યા પછી કંઈપણ સ્મરણમાં ૨હેતું નથી તે છીદ્રવાળા ઘડા જેવો છે. જેવી રીતે છીદ્રોવાળો ઘડો જ્યાં સુધી જમીનને ગાઢ રીતે લાગીને રહેલો છે. ત્યાં સુધી કંઈ પણ પાણી ઝરતું (નીકળતું, ગળતું) નથી અથવા કંઈક સામન્ય ઝરે છે. ટપકે છે. આ પ્રમાણે આ શિષ્ય પણ જ્યાં સુધી આચાર્ય પૂર્વાપરના સબંધને જોડતા સૂત્ર
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
59
તરંગ
M
-
૧૨