________________
ચાવલ (ચોખા) પકાવવા માટે બળતણની જેમ અર્થની સિધ્ધિ માટે ચરિત વાસ્તવિક અને કલ્પિત એમ બે પ્રકારે ઉદારણ કહ્યા છે. તેમાં કાલ્પનિક છે તે આ પ્રમાણે :
મગશૈલ અને જંબુદ્વિપ પ્રમાણ પુષ્કરાવર્ત મહામેઘ ની કલ્પના કરવી. તેમાં નારદ બનીને તે બેમાં કલહ કરાવવો તે આવી રીતે મગશૈલ પુષ્પરાવર્ત મેઘને કહે છે. કે તારા નામમાં શું છે ? ત્યારે પુષ્પરાવર્ત કહે છે હું તને એક સરખી મુશળધાર વડે ભેદીને અટકીશ (તારા ટુકડા કરી નાંખીશ) ત્યારે મગશૈલ કહે છે. જો તું તલ અને ઘાસના ત્રીજા ભાગ જેટલું પણ જો મને તોડી શકીશ તો હું મારું નામ પણ તજી દઈશ. (મારું નામ પણ નહિ લઉં) આ સાંભળીને મગશૈલના તે વચનો મેઘને લાગી ગયા. તેથી તે ક્રોધિત થયો, અને સર્વપ્રકારે મુશળધારે અવિરુધ્ધ વરસવાનું શરૂ કર્યું. સાત દિવસ પછી ચિંતવ્યું કે આટલા દિવસ પછી તે બીચારા ના ટુકડા થઈ ગયા હશે. એમ વિચારીને જુએ છે તો મગશૈલ ઝળહળાટ કરતો અત્યંત ઉજ્વલત્તાને પામેલો તેવો તે મોટેથી હાથ જોડતો બોલે છે. જે જે જુહાર (પ્રણામ) ત્યારે મેઘ લજ્જા પામી જતો રહ્યો.
એ પ્રમાણે કોઈ મગશૈલ સમાન શિષ્ય એક પણ પદને ભણતો નથી. છતાં તેવાને ગર્વથી ભરેલા માનસવાળો કહે કે હું આને સમજાવું અને ભણાવું છું. તો તેમાં જો શિષ્ય ન ભણે તો ભણાવનાર આચાર્યની જ જડતા છે. ગોવાળે જ જાતે નદીમાં ગાયોને ખોટા રસ્તે ઉતારી હોય તો ગોવાળની જ ભૂલ છે.
પછી ભણાવવાનો આરંભ કર્યો. ભણાવનાર આચાર્ય ભણાવી શક્યો નહિ. તેથી તે આચાર્ય લજ્જાને પામ્યો આવા શિષ્યને આપવું. ભણાવવું નહિ શા માટે ? તે કહે છે. કારણ કે વાંઝણી ગાયના શિર - સ્તન - જાંઘ - પાછળનો ભાગ, છ - ઉદર ઉપર સ્નેહ પૂર્વક સ્પર્શ કરવા છતાંય દૂધને આપનારી બનતી નથી. તેવી રીતે સ્વભાવથી જ બકરી પણ સારી રીતે બોલાવવા છતાં એક પદ પણ લઈ શખતી નથી. તેથી તેના ઉપર ઉપકાર તો થતો નથી. ભલે તેના ઉપર ઉપકારનો અભાવ હો પરંતુ ઉર્દુ આચાર્ય અને સૂત્ર ઉપર અપકીર્તિ થવાની સંભાવના રહે છે. | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (57) તરંગ - ૧૨ ]
Rudaniest
કાણાવાળા થાપાથરશazવકાસ૩૩રરસસ્ત્ર