________________
તરંગ
૯
વળી પણ બીજી રીતે દષ્ટાંત સહ યોગ્યાયોગ્ય ને કહે છે ઃ
(૧) સર્પ (૨) જળો (૩) વાંઝણી ગાય (૪) દૂઝણી ગાય જેવા ચા૨ પ્રકારના જીવો છે. જેને જે આપ્યું તે સર્વ ક્રમથી કોને કેવું પરિણમે છે તે કહે છે.
(૧) વિષ (૨) તેવું જ (૩) નાશ (૪) દૂધ રૂપે પરિણમે છે. (૧) સર્પ (૨) જળો (૩) વાંઝણી અને (૪) દૂઝણી ગાય સરખા ચાર પ્રકારના શિષ્યો અથવા જીવો છે. તેનું સ્વરૂપ બતાવવા માટે ઉતરાર્ધ (બીજી લીટી) નો અર્થ કહે છે. પરિણમવું ઈત્યાદિ જેને જે કાંઈ આપ્યું તે સર્વ ક્રમથી (૧) વિષ રૂપે (૨) તે તે રુપે (૩) નાશ રૂપે અને (૪) દૂધ રૂપે પરિણમે છે. તે આ ગાથાનો સાર છે:
ૐ તેમાં જે રીતે સર્પને સાકર યુક્ત દૂધ વિ. નું પાન પણ વિષ રૂપે પરિણમે છે એ પ્રમાણે કેટલાક શિષ્યો અથવા જીવોને સદ્ગુરુનો હિતકારી, સારભૂત અનેક પ્રકારે ગુણકારી ઉપદેશ લાભ માટે તો દૂર રહો પરંતુ ઉલ્ટું અનર્થની પરંમ્પરા માટે થાય છે. દા.ત. જેવી રીતે શ્રી પાર્શ્વ જિનેશ્વરના હિતકારી વચનો પંચાગ્નિ દ્વારા સાધનામાં તત્પર કમઠ તાપસ ને દ્વેષ રૂપે થયા. શાન્ત થવાને બદલે તેણે સામે ઉપસર્ગ કર્યો. (દુઃખ આપનારો થયો.)
--
કહ્યું છે કે :- મૂર્ખ અને અપરિપક્વ બોધવાળા સાથે વાતચીત કરવાના ચાર ફલ છે. (૧) વાણીનો વ્યય (૨) મનને સંતાપ (૩) તાડન (મારા મારી) (૪) વિવાદ (ઝગડો) બીજે પણ કહ્યું છે કે :- અક્કડ (નમી નહિ શકનારૂં) લાકડું નમતું નથી. પત્થર ને શસ્ત્ર કાંઈ કરી શકતું નથી તેવી રીતે તીક્ષ્ણ સોયની અણી જેવા અશિષ્યને ઉપદેશ સુખકર બનતો નથી.
તે આ પ્રમાણે દૃષ્ટાંત થી સમજાવે છેઃ- કોઈક વનમાં ઠંડીથી દુઃખી થયેલ વાનરનો સમૂહ આગિયા અને ચણોઠીને અગ્નિ માનીને તેના ઉપર સુકુ ઘાસ અને પાંદડા ઢાંકીને શરીરના હાથપગ વિ. અંગોને પહોળા કરીને ગરમી પામ્યાનું સુખ અનુભવે છે. ત્યાં એક વાનર ઠંડીથી અત્યંત દુઃખી
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 50
તરંગ G