________________
ને પામે છે. ગોભૂતિ અને વસુભૂતિ વિપ્રની જેમ.
હાથી - જેવી રીતે તૃષા – તાપાદિથી વ્યાકુળ હાથી તેવા પ્રકારના પ્રાપ્ત થયેલા સરોવરમાં જલ પીવાથી સારી રીતે (સંપૂર્ણ) તૃપ્તિને પામે છે. અને સ્નાન - જલક્રિડાદિથી પોતાનો મેલ અને તાપ બન્ને દૂર કરે છે. પરંતુ સ્નાન કરીને બહાર નીકળતાં રેતીથી પોતાના શરીર ખરડે છે (મેલું - ગંદુ કરે છે) વારંવાર તે પ્રક્રિયા સ્નાન કરવું. અને ખરડાવું ચાલુ રાખે છે. તેવી રીતે કેટલાક મધ્યમ ભાવવાળા જીવો ગુરુ ઉપદેશને સારી રીતે સાંભળે છે. અને તે ઉપદેશને અવધારે છે. આચરે પણ છે. આનંદ તૃપ્તિ પામે છે. અને મથ્યાત્વ, વિષયતૃષ્ણા, કષાયાદિ તાપ મલ દૂર કરવાથી શુધ્ધિને પામે છે. પરંતુ દઢ ચિત્ત નહિ હોવાના કારણે ફરી મિથ્યા દર્શન (અજૈન શાસ્ત્રોના વચન, શ્રવણાદિથી તેનામાં અનુરાગ આદિ ઉત્પન્ન થવાથી તેના તપ, વિદ્યા, ચમત્કારાદિથી વિષય તૃષ્ણા, બહુ આરંભાદિથી ધૂલીની જેમ મેલો કરે છે. વળી ગુરુના ઉપદેશ રૂપી સરોવરમાં સ્નાન કર્યા પછી ઉપર કહ્યા પ્રમાણે ખરડાવાનું ચાલુ રાખે છે. તેથી તેવા જીવો મનુષ્ય ગતિ - હીન દેવગતિ આદિ યોગ્ય પુણ્ય કર્મઉપાર્જે છે. પૂર્વે કહેલા શ્યામલ વણિની જેમ... કેટલાક ઘણું સ્નાન અને અલ્પ ખરડાવાનું પણ કરતાં ઉત્તમ દેવાયુષ્ય ને બાંધે છે. અને નજીકમાં મુક્તિ મેળવે છે.
હંસ - જેવી રીતે હસે તેવા પ્રકારનું સરોવર પ્રાપ્ત થતાં તેમાંજ રહીને આનંદ મેળવે છે. પામે છે. નિર્મલ જલનું પાન, સ્નાન કમળની નાલનું ભોજન (ભક્ષણ) વિ. કરતો સરોવરમાં જ એના પરિસર (કિનારા) પર રહેતો શીતલતા અને પવિત્રતાનું સુખ અનુભવતો..... ધૂળ મેલ અપવિત્રતા અને તાપાદિનો અનુભવ કરતો નથી. (તે જાણતો નથી.) તેવી રીતે કેટલાક જીવો સદ્ગુરુનો ઉપદેશ સાંભળીને ત્યાંજ આનંદ માનતા, મન, વચન અને કાયા વડે કરીને તે ઉપદેશનું વારંવાર ધ્યાન કરતાં તેમાં રહેલા સૂત્ર અને અર્થનો વિચાર કરતાં તેમાંજ ઓતપ્રોત બને છે. તેનું આચરણ કરવા વડે, તેનું જ ચિંતન કરતાં મિથ્યા વચન (કુશાસ્ત્ર)ના શ્રવણ થકી ઉત્પન્ન થતાં ધર્મમાં આસ્થર્યાદિ (ચંચળતા) મલિનતા, બહુ આરંભાદિ
រានទននននននននន
ន
នននននnesseeminesseeeeeeeeeeeeeeeeee
BhagwadBaaaaaaaa#BausaBaaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (48)
તરંગ - ૮ ||
guaq-BBBauggggggggggggggg