________________
કારણે, વળી બહુ કર્મ પણા (ભારે કર્મી) ના કારણે થતાં પ્રમાદાદિ યોગના કા૨ણે જિનધર્મ પર દ્વેષ ભાવ ધરતાં દયાદિ ગુણથી વિશુધ્ધ શ્રી સર્વજ્ઞના આગમરૂપ જલથી ભરેલા મહા સરોવ૨ સરખા સદ્ગુરુનો ઉપદેશ મલવા છતાં ‘હાથી વડે મરવું પણ જિન મંદિરમાં પ્રવેશ કરવો નહિ” ઈત્યાદિ કુશાસ્ત્ર (મિથ્યાદર્શન) ને કહેનારાનું સાંભળવાની ઈચ્છાવાળા જિનેશ્વરના આગમનો ઉપદેશ આપનારા એવા સદ્ગુરુનો ઉપદેશ તજી દે છે. જેમ લોહખુર અને રોહણીયો પૂર્વાવસ્થાદિતજી દે છે તેવી રીતે કદાચ બીજાથી સદ્ગુરુએ કહેલી વાર્તા, શ્લોક, વચનાદિ સાર ભૂત વાતો સાંભળીને ખાબોચિયાદિ સમાન અભ્યાસ વાળા પહેલાં સાંભળેલા વાળા પાસેથી સાંભળે છે. કાગડો જેમ જલઘટ ને દુષિત કરે છે તેમ સાંભળનારના હૃદયના બોધનો જુઠાકુતર્કાદિ વડે વિનાશ કરે છે. (મલિન કરે છે) અથવા ગાયના પગલા જેવા (ખાબોચિયા જેવા) પાસસ્થાદિમાં રતિ - આનંદ પામે છે. ગચ્છ (સમુદાય) માંથી નીકળી ગયેલા નારીના મસ્તક (માથા) પર રહેલા ઘટના પાણી જેવા મરીચિ આદિ (નેવિષે)માં કપિલાદની જેમ આનંદને ધરતાં ધર્મનો નાશ કરે છે.
કપિલનું દૃષ્ટાંત
આ ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં ભરત ચક્રવર્તિને મરીચી નામે પુત્ર હતો ભગવાન ઋષભ દેવની દેશના સાંભળી પ્રતિબોધ થયેલા એવા તેણે દીક્ષા લીધી અને અગીયાર અંગોનો અભ્યાસ કર્યો. કેટલોક કાળ શ્રમણપણું પણ પાળ્યું. કઠીન કર્મના ઉદયે તેને સ્નાન નહિ કરવાનો પરિસહ લાગવા લાગ્યો, તે વખતે કાલઉચિત અશુભ ભાવના કારણે શ્રમણાદિ દંડવીયા વિ. છ ગાથા પરિવ્રાજક લીંગના સ્વરૂપને બતાવનારી છે. તે વેષ તેને ધારણ કર્યો. અને ભગવાનની સાથે વિચરવા લાગ્યો.
કોઈ પૂછે ત્યારે સાધુ ધર્મ બતાવે છે. પરંતુ પોતાના આત્માને નીંદે છે કોઈ પ્રતિબોધ પામે તો તેને સાધુની પાસે મોકલે છે એક વખત ધર્મકથા (ધર્મોપદેશ) કપિલને સંભળાવી બોધ પામેલા એવા તે કપિલને સાધુની પાસે મોકલ્યો પરંતુ તેને ત્યાં રુચિ (રસ) પેદા ન થઈ (તેને ત્યાં ગમ્યું નહિ)
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 46
તરંગ
-
.