________________
(૧) અસ્થિર (૨) પ્રમાદી (૩) બહેરા કુટુંબની ઉપમાવાળા (૪) કુઆગ્રહી (કદાગ્રહી) (૫) પામરની જેમ પૂર્વાપરના સંબંધને વિચારવાની શક્તિ વિનાના.... બુધ્ધિહીન...
અસ્થિર ચિત્તવાળો ધર્મને સાધી શકતો નથી તેથી તે ધર્મ માટે અયોગ્ય છે. ઉપદેશનો આ સાર છે.
અસ્થિર ચિત્ત વાળો અનેક પ્રકારના વિષયોમાં એક ને છોડી બીજામાં, બીજાને છોડી ત્રીજામાં ફાંફાં મારે છે અર્થાત્ ચિત્ત ને જોડે છે.
અસ્થિર ચિત્તવાળી શ્રેષ્ઠિની પત્નિની જેમ. તે આ પ્રમાણે દૃષ્ટાંતથી કહે છે :
( વસુશ્રેષ્ઠિની પત્નિની કથા )
શ્રીપુર નગરમાં વસુનામે શ્રેષ્ઠિ રહેતો હતો. તેને ગોમતિ નામની પત્નિ અને ધનપાલ નામે પુત્ર હતો. દિવસો જતાં પિતાનો સ્વર્ગવાસ થયો. અને શોક દૂર થયે છતે એક વખત વહુની સાથે ગોમતિ કલહ કરવા લાગી. ત્યારે પુત્રે કહ્યું હે માતા ! ઘરની ચિંતા શા માટે કરો છો, ધર્મ કરો..... હું તારી આજ્ઞાનું પાલન કરું છું. પછી ચિંતા શી.
જો ધર્મ સાંભળ્યા વિના ધર્મ કરી શકાય નહિ, માટે તું ધર્મને સાંભળ એટલે ધર્મ સંભળાવવા માટે પુત્રે પંડીતને ઘરે જ બોલાવ્યો.
ગોમતિ ધર્મ સાંભળવા બેઠી અને પંડીતે વાચનનો પ્રારંભ કર્યો. ભીષ્મ બોલ્યો એ પ્રમાણે જ્યાં કહ્યું કે તેજ વખતે ચોકમાં પ્રવેશ કરતા કુતરાને હટ હટ કહેવા લાગી અને હટ હટ કહેતી તે ઉઠી. ક્રોધિત થયેલી તેણીએ ચોકીદારને બડબડતી કંઈક કહીને થોડી જ વારમાં પાછી આવીને બેઠી. ત્યારે ભીષ્મ ઉવાચ એમ પાઠકે કહ્યું તેટલામાં રસોડાની નજીક એક બીલ્લીને જોઈ દૂરથી જ ભાગ કહેતી ઉભી થઈ, રસોયા પર ક્રોધિત થઈ
seeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (26)
તરંગ - ૪ |
aaaaaaaaaaaaaaaaaaaaaatHitsોની