________________
મહાભારતમાં પણ કહ્યું છે કે – એક વખત મથુરામાં આવેલા દુર્વાસસ મુનિને ધૃતરાષ્ટ્ર રાજાએ કહ્યું કે હે મુનિ ! મારા દુર્યોધનાદિ પુત્રોને ધર્મની શિક્ષા (સમજ) આપો જેથી કરીને તેઓ પાંડવ પુત્રો સાથે કલહ ન કરે ત્યારે દુર્વાસસ મુનિએ કહ્યું કે વેદ, આગમ, પુરાણ, યુક્તિ પ્રયુક્તિ આદિ સેંકડો પ્રકારના ઉપદેશ વડે પણ આ દશ પ્રકારના લોકો ધર્મમાં જોડાતા
નથી.
હે ધૃતરાષ્ટ્ર ! તે તમે સાંભળોઃ- (૧) મદિરાપીધેલો (૨) પ્રમાદી (૩) છકી ગયેલો (૪) થાકી ગયેલો (૫) ક્રોધી (૬) ભૂખ્યો (૭) ઉતાવળીઓ (૮) બીકણ (૯) લોભી અને (૧૦) કામી આ દશ પ્રકારના લોકો ધર્મના બોધને પામી શકતા નથી.
બહેરા કુટુંબની જેમ બહેરા તે પણ ઉપદેશને માટે યોગ્ય નથી.
'બધિર કુટુંબનું દષ્ટાંત
કોઈ એક પુરક ગામમાં ડોસા-ડોસી રહેતા હતા. પુત્ર અને પુત્ર વધુ પણ સાથે રહેતા હતા. પુત્ર હળ દ્વારા ખેતી કરતો હતો. એક વખત મુસાફરોએ તેને પંથ પૂછ્યો ત્યારે પુત્રે કહ્યું કે બન્ને બળદો મારા ઘરના છે.
પથિક - અમે બળદનું પૂછતાં નથી પંથ કેટલો છે તે કહે એ પ્રમાણે પથિકો એ ફરી પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે આખું ગામ આ જાણે છે. તમને વિશ્વાસ ન આવતો હોય તો ગામમાં જાઓ અને ખાતરી કરી જુઓ આ બહેરો છે એમ માનીને તેઓ ચાલ્યા ગયા. તેટલામાં તેની પત્નિ ભાત (ભોજન) લઈને આવી. ત્યારે તેની આગળ તે બોલ્યો આજે આ બન્ને બળદો ભૂખ્યા છે થાકેલા છે. ત્યારે તેની તે સ્ત્રી બોલી આ ભોજન તે મીઠા વાળું છે કે મીઠા વિનાનું તે હું કેવી રીતે જાણું? તમારી માએ રાંધેલુ - પકવેલું છે. આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તે (પુત્ર) બોલ્યો મેં પથિકોને કાઢી મૂક્યા છે.
Pannaamaaning28382998ષaa%ansans888888કલકantinianશવશ્વશ્યક
તા
888888888888888888888888888888888
|| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (28)
તરંગ - ૪
]
//HHHHHHHHHHHHHEEEEEEEEBHREHEHEHHHHHHABIEBERaahiitiHitHHHHHHHashtagram
#aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa