________________
વિમાનોમાં ચાર પલ્યોપમના આયુષ્યવાળા દશે જણા દેવ થયા ત્યાંથી
ચ્યવીને મહાવિદેહમાં રાજા થઈને અવસર પ્રાપ્ત થયે દીક્ષા ગ્રહણ કરી કેવલજ્ઞાન અને મોક્ષ પામશે.
સમુદ્રની છીપલી સમા - વાદળ ગર્જે છતે અને વર્ષે છતે સ્વભાવથી મુખને ખોલીને ઉંચે મુખે રહેલી જીવવાળી (સજીવ) છીપમાં સ્વાતિ નક્ષત્રમાં નાના કે મોટા વર્ષાદના જેટલા જલબિંદુઓ પડે છે. તેટલા અને તેવા તે બિંદુઓ છીપમાં મોતિ રૂપે ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે કેટલાક ઉત્તમજીવોમાં ગુરુ જે પ્રકારે વચન દ્વારા ઉપદેશ આપે છે. તે તેવી રીતે પરિણામ પામે છે. અને તેથી તેનું અનુષ્ઠાન (આચરણ) ફળવાળું બને છે.
ઉપશમ, વિવેક અને સંવર આ ત્રણ પદ સાંભળીને અનુષ્ઠાન આચરનારા ચિલાતીપુત્રની જેમ અથવા મીઠું જમે, સુખે સૂવે અને આત્માને (જાતને) લોકપ્રીય બનાવે એ પ્રમાણે પિતાના ત્રણ વચન સાંભળીને અને ત્રિલોચન મંત્રીની પાસેથી તેનો અર્થ જાણીને તે પ્રમાણે અનુષ્ઠાન કરનારા સોમવસુ બ્રાહ્મણની જેમ..... નજીકમાં મુક્તિ પામનારા જીવો ત્રણ – સાત કે આઠ ભવોમાં મુક્તિગામી બને છે. અથવા તેજ ભવમાં પણ મુક્તિ પામે છે.
મણી ખાણ કોને કહેવાય તે કહે છે :- મણખાણમાં કેવી રીતે અલ્પ તેજવાળા મણી હોવા છતાં વર્ષાદના જલ બિંદુઓ પડતાં અતિ મહાતેજ વાળા ચિંતામણી આદિ રત્નની ઉત્પત્તિનું કારણ અને વૃધ્ધિનું કારણ બને છે. તેવી રીતે કેટલાક જીવોમાં થોડી પણ પણ્ડિતની ઉપદેશ રૂપ વાણી મહાજ્ઞાન-દર્શન - ચારિત્રરૂપ બોધિની ઉત્પત્તી અને વૃધ્ધિને માટે થાય છે. વળી સુંદર અનુષ્ઠાનને માટે પણ થાય છે.
જેવી રીતે શ્રી વર્ધમાન સ્વામિએ વેદનો માત્ર અર્થ કહેવાથી ગૌતમ ગણધરાદિ ને મહાબોધિ માટે થયું અને વળી શ્રી જિનેશ્વર ભગવંતે માત્ર ત્રિપદી આપવાથી સર્વગણધરોને વિષે મહાફળ વાળું થયું અથવા તે અનેક પીંડી ! એક પીંડી તને જોવાને ઈચ્છે છે એટલા વચન માત્રથી ઈન્દ્રનાગ બોધ પામ્યો. તેનું દૃષ્ટાંત, સ્વરૂપ કહેતાં કહે છે :
a
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaesaesaeesassassessa8888888
Eggseeeeeeeeeeeeeasadaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaag
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (40) તરંગ - ૫-૬ ]