________________
ત્યારે સાર્થવાહે પોતાના ઘરમાં તેને રહેવા માટે મઠ બંધાવી આપ્યો. ત્યારબાદ શિર મૂંડન કરાવી, ભગવા વસ્ત્ર પહેરવા લાગ્યો. લોકોમાં પ્રસિધ્ધિ પામ્યો. ધીરે-ધીરે સાર્થવાહનું ભોજન લેવાનું ઈચ્છતો નથી. બીજાના ઘરે જતો નથી. તેથી પા૨ણાના દિવસે લોકો જાતે તેના માટે ભોજન લાવે છે. એકનું જ તે લે છે તેથી લોકો જાણતા નથી કે તેને કોનું ગમે છે. તેથી તે જાણવા માટે ભેરી (પડધમ) કરાવી..... જેનું ભોજન લીધું તેને ભેરી વગાડી. તેથી બીજા લોકો ત્યાંથી જતાં રહ્યાં.
એ પ્રમાણે કેટલોક કાળ ગયા પછી રાજગૃહી નગરે શ્રી વર્ધમાન સ્વામિ પધાર્યા. ત્યારે ભીક્ષાને માટે જતા એવા સાધુઓને પ્રભુએ કહ્યું થોડીવાર થોભી જાવ. કારણ કે હમણાં તે અનેષણ છે (લેવા યોગ્ય નથી. દોષવાળું છે) તેણે પિંડ ખાધા પછી કહ્યું હવે જાઓ.
ગોચરી જતાં એવા ગૌતમ સ્વામિને કહ્યું કે હું કહું છું તે પ્રમાણે કહેજો અને હે અનેક પિંડક ! એક પિંડક તને જોવા ઈચ્છે છે.
પછી ગૌતમ સ્વામિજી ત્યાં જઈને તે પ્રમાણે બોલ્યા તે સાંભળીને તે ક્રોધિત થયો ત્યારે ગૌતમ સ્વામિએ કહ્યું તમે સેંકડોપિંડ ખાનારા છો. હું એક પિંડ ને ખાઉં છું. તેથી હું એક પિંડક છું.
થોડીવારે ચિત્ત શાન્ત થતાં તે વિચારે છે, કે આ જુઠું બોલનારા નથી. આ કેવી રીતે છે ! હા ! હવે અર્થ જામ્યો હું અનેક પિંડક છું કારણ કે જે દિવસે મારુ પારણું હોય છે. તે દિવસે અનેકશઃ લોકો મારા માટે પિંડ (ભોજન) બનાવે છે. આતો પોતા માટે કરેલું અને બીજા પાસે કરાવેલું ખાતા નથી. તેથી તેમણે જે કહ્યું તે સત્ય કહ્યું છે. એ પ્રમાણે ચિંતવતા જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી તે પ્રત્યેક બુધ્ધ થયો અને અધ્યયન કહીને સિધ્ધ થયો..... આ તત્ ભવ સિધ્ધિકઃ ઈતિ.
આ પ્રમાણે આ છ ભેદમાં પહેલા બે ત્યાજ્ય છે. મરુસ્થલાદિ જેવા ચાર ઉપદેશ આપવા લાયક છે.
આ પ્રમાણે મનુષ્ય (જીવ) ના છ ભેદ કહીને કહે છે કે :- એક પછી
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
તરંગ - ૫-૬
42