________________
કહ્યું છે કે:- કુગ્રહ થી ગ્રસિત થયેલા ને જે મૂઢ ધર્મનો ઉપદેશ આપે છે તે ચામડા ચાવનાર કૂતરાના મોંઢામાં કપૂર નાંખવા જેવું છે.
પામર લોક પ્રસિધ્ધ છે અને તે પામરનું સ્વરૂપ આ પ્રમાણેના કથાનક થી જાણવું :
(પામરનું દષ્ટાંત)
શાલી ગ્રામમાં કોઈ એક ખેડૂત રહેતો હતો. તેના ખેતરમાં શરદ ઋતુમાં ડાંગર પાકી ગઈ હતી. તેને લણવા માટે નોકરને શોધતાં ભીક્ષા માટે ભમતાં ભટકતા એક પામરને જોયો અને કરબો (દહીં ભાત) ખવડાવ્યો અને કહ્યું જો તું મારા ખેતરમાં લણવાદિ નું કામ કરીશ તો તને હમેશા આવા પ્રકારનું ભોજન આપીશ. તે પામરે કહ્યું કે હા હું કરીશ પરંતુ કેવી રીતે લણવું તે હું જાણતો નથી.
ખેડૂત: હું તને શીખવીશ. પામર ઃ ભલે તેમ હો (સારું) ખેડૂત : હું જે પ્રમાણે કર્યું તે પ્રમાણે તારે કરવું પામર ઃ ભલે તેમ હો..... (સારું)
પછી પામરને પાણી ભરેલો ઘડો આપીને અને છાણનો ટોપલો પોતે લઈને ખેતર તરફ ચાલ્યો... ખેતરે જઈને ખેડૂતે ટોપલો ફેંક્યો તે જોઈને તે પામરે ઘડાને ફેંક્યો અને તે ફૂટી ગયો... ખેડૂત ગુસ્સે થયો ત્યારે તે તેની સામે ગુસ્સે થયો.... ખેડૂતે તેને માર્યો તેણે પણ ખેડૂતને સામે માર્યો... બન્ને લડવા લાગ્યા. કૂટાયેલો ખેડૂત કોઈ પણ રીતે ત્યાંથી નાઠો નાસતાં વૃક્ષાદિમાં પહેરેલું વસ્ત્ર લાગી ગયું. પાછળ આવતા તે પામરે પણ પોતાનું વસ્ત્ર ઉતારીને ત્યાં લગાવી દીધું.
ખેડૂત ગામના પાદરે આવ્યો. ત્યાં નગ્ન હોવાથી પાણી ભરવા માટે જતી તેની પત્નિનું ઉત્તરીય વસ્ત્ર (સાડલો) પહેરવા માટે લીધું.... પામરે પણ વસ્ત્રને પહેર્યું.
Helliik
iwaneshaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaahપયાના
១០០០០០០០០០០០០eateste8889០០០០០០០០០០០
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (30
તરંગ - ૪