________________
તેથી હું તેને મારા સ્વાધિન કરું એ પ્રમાણે કોઈને નહિ કહીને પર્વતની ગુફામાં ગયો. ફલાદિનો પણ ત્યાગ કરવા પૂર્વક તપ શરૂ કર્યો...... કેટલાક દિવસ વ્યતિત થયે તે ભૂખથી પીડાવા લાગ્યો અને આ કંઠ પ્રાણ આવી ગયા. તે વખતે તેને શોધવા નીકળેલા બીજા તાપસો એ તેને જોયો અને કહ્યું ખરેખર આ રીતે તપ કરાય નહિ. સમાધિ એજ ધર્મનું ફલ છે. તે સાંભળી સમાધિ માટે પ્રયત્ન કરું એમ વિચારી તે ગામમાં ગયો. ત્યાં ભક્ત જનો પૂજવા લાગ્યા અને કેટલા દિવસોમાં ભક્તજન તરફથી ધન ભેગું કર્યું. તે ધૂર્તોએ જાણ્યું અને તેનો પરિચય કરવો શરૂ કર્યો અને તેનો વિશ્વાસ કેળવી લીધો. તેથી તે તાપસે પોતે માનેલ સમાધિનું મૂલ ધર્મ છે. તે તેઓને સમજાવ્યું કહ્યું) ઉપાય જડી ગયો છે તેવા તે ધૂર્તો એ ગણિકા વિ. આપવા વડે તેનું ધન હરી લીધું. લોકોએ તે જાણ્યું અને તે તાપસનો તીરસ્કાર કરીને તેને કાઢી મૂક્યો.
એ પ્રમાણે શ્રતમાત્ર ગ્રાહી...... કહેવાનો ભાવાર્થ નહિ જાણનારો શાસ્ત્રના ઉપદેશ માટે અયોગ્ય છે.
કહ્યું છે કેઃ- શાસ્ત્ર વાણી સુંદર લાભ કરનારી હોવા છતાં મૂઢ ગ્રહણ કરે તો નિષ્ફલ જાય છે. અર્થાત્ શાસ્ત્રવાણી સુંદર તત્ત્વવાળી હોવા છતાં મૂઢ વડે ગ્રહણ કરાયેલી નિષ્ફળ જાય છે. કંજુસ એવી ગામડાની દરિદ્ર સ્ત્રીઓ શું ક્યારેય ઉદાર બને છે ?
જેઓ વિષયને નહિ જાણનારા, વસ્તુને વિશેષ રૂપે નહિ જાણનારા, બુધ્ધિહીન, શૂન્ય મનસ્કાદિ (વિચારવાની શક્તિ વિનાના) ઉપદેશને માટે બીજા ગ્રંથોમાં પણ અયોગ્ય કહ્યા છે. તે પણ આ ગ્રંથમાં આવી જાય છે. તેથી જુદા કહ્યા નથી. વળી વિવિધ પ્રકારે યોગ્યતાને જાણી જે યોગ્ય લાગે તેને ધર્મ કહેવો. કારણ કે યોગ્ય લોકોને જ ભાવ શત્રુના વિજય રૂપ લક્ષ્મી (મોક્ષ) સુલભ થાય છે.
| ઈતિ ચતુર્થ સ્તરંગ સ્માપ્ત ..
88888888ខខខខខខលរវាងBeeeeeeដែរដងkRsIuដង888
០៩hottenegreasoteas
០០ទណ០០០
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
32
તરંગ - ૪ -