________________
ભયથી વિદ્વલ બનેલો તે ખેડૂત ઘરના ખૂણામાં જઈને બેસી ગયો. પામર પણ તે ખેડૂતના ઘરના બીજા ખૂણામાં જઈને બેસી ગયો. તેટલામાં લોકો ભેગા થઈ ગયા આ શું છે ? એ પ્રમાણે પૂછતાં ખેડૂતે પામરને બતાવ્યો તેણે પણ તે રીતે ખેડૂતને બતાવ્યો. ઈત્યાદિ.
ત્યાર બાદ લોકોએ કોઈપણ રીતે તેને સમજાવ્યો.
એ પ્રમાણે કૃત્યાકૃત્યનો ઉપદેશ આપવા છતાં પણ તે તે વિષયને નહિ સમજનારા પામર સમા લોકો ઉપદેશને માટે અયોગ્ય છે.
કહ્યું છે કે - જેની પાસે પોતાની જાતે સમજવાની શક્તિ નથી (બુધ્ધિ નથી) શાસ્ત્ર તેને શું કરી શકે ? ચક્ષુ રહિતને દીપક શું કરી શકે ? ઈતિ. " તેવી જ રીતે સાંભળેલું જ માત્ર ગ્રહણ કરે છે તે શ્રુત માત્ર ગ્રાહી છે. તન્ન, યુક્તિ, રહસ્ય, ભાવાર્થ, યોગ્યાયોગ્ય આદિથી નહિ જાણનારા તાપસની જેમ તે આ પ્રમાણે
તાપસની કથા)
કોઈ એક ગામમાં કોઈક પાપભીરુ બ્રાહ્મણે તાપસપણું ગ્રહણ કર્યું..... દયા ધર્મ છે એવું તેણે સાંભળ્યું.
એક વખત કોઈ બીમાર સાધુને સન્નીપાત ઉત્પન્ન થયો તેને શીત પાણી નહિ પીવાનું જણાવ્યું. છતાં બહાર તાપસી ગયા ત્યારે તે રોગીએ નવા તાપસ પાસે શીત વારિ માંગ્યું દયા ધર્મ છે એમ વિચારીને તે નવા તાપસે તેને પાણી આપ્યું. તેથી રોગી ઘણો દુઃખી થયો. રોગની વૃધ્ધિ થઈ ત્યારે નવા તાપસ ઉપર, બીજા તાપસો ગુસ્સે થયા અને કહ્યું રે મૂર્ખ ! તેં આને દુઃખી કર્યો અને કહ્યું કે અજ્ઞાનીઓથી શું સંભવિત નથી ? તેણે ચિંતવ્યું કે હું અજ્ઞાની છું. તેથી જ્ઞાન ભણવું જોઈએ. સાંભળ્યું છે કે તપથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. તપથી જ ચરાચર ત્રણે લોક સારી રીતે જોવાય છે.
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
8888888ARRASAGRASBBBBBBBASTRESNO
Baaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa૩૪શ્ય૩
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
તરંગ - ૪
Basis EEGHREEBE RES