________________
તરંગ - ૫-૬
યોગ્યયોગ્યના જ દૃષ્ટાંત કહે છે :- (૧) ગિરિશિખર (૨) નીક (ખાળ) (૩) મરુભૂમિ (૪) કાળી જમીન (પ) સમુદ્રની છીપ (૬) મોતીની ખાણ જેવા.
ધર્મોપદેશ રૂપ વૃષ્ટિથી ફલપ્રાપ્ત કરવામાં પર્વતના શિખરાદિ જેમ છે પ્રકારના જીવો છે. તે આ પ્રમાણે વાદળાં વરસે છતે, સ્થાન વિશેષે ફલની પ્રાપ્તિ અપ્રાપ્તિ આદિના વિષયમાં ૬ પ્રકાર જણાય છે.
ગુરુનો ઉપદેશ પણ યોગ્ય અયોગ્ય જીવ રૂપ સ્થાન વિશેષે કરી પ્રતિબોધાદિ ફલનો લાભ આદિ છ પ્રકારે વિચારવા તે દરેકની જુદી જુદી વિચારણા કરે છે.
પર્વતના શિખર પર વાદળાંનું પાણી થોડું કે ઘણું પડે તો પણ નીચે જલ્દી ઉતરી જાય છે. થોડી વાર પણ ત્યાં ટકતું નથી. તેને એટલે કે પર્વતને ભેદવાની વાત તો દૂર રહી તેવી રીતે કેટલાક જીવોને વિષે ધર્મોપદેશ પણ તે વર્ષાની જેમ પ્રમાદાદિ, અવજ્ઞા, ઉપયોગ રહિતતા, વ્યગ્રચિત્ત ના કારણે અને તેની ધારણા ન કરવાથી નિષ્ફળ થાય છે. તો પછી પરિણતિની તો વાત ક્યાંથી હોય ? અર્થાત્ તો પરિણામ કેવી રીતે હોય ? ધર્મ સાંભળવાનું તો બહારની વૃત્તિથી અથવા પરતંત્રપણાથી એટલે કે મા-બાપ, પત્નિ, મિત્રની શરમ આદિથી અથવા અભિમાન આદિ વડે પણ થાય. બટુકની જેમ તે આ પ્રમાણે :
બટુકની કથાઓ
કોઈક નાના ગામમાં પુરોહિત બટુકને ધર્મ સંભળાવે છે તે વખતે તે કંઠ ઉપરનો હાલતો ભાગ (હાડીયો) આશ્ચર્ય પૂર્વક જૂએ છે અર્થાત્ તે જોઈ વિસ્મિત થાય છે.
HaasaanegazanastaawaanumaanaBaga8a8a8aaaaaaaaawaanimantitanandsagasimanshamaanas
saasaaaaa%a888888888888ક્ષ
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (33ી
તરંગ - ૫-૬
Ra૩EET
RE: