________________
કંઈક ઠપકો આપી પાછી આવીને બેઠી. એટલે ભીષ્મ ઉવાચ એ પ્રમાણે વળી પંડિત બોલ્યા કે તેજ વખતે ચોકમાં બાંધેલું વાછરડું છૂટી ગયું તે જોઈને ઉઠી છું છું એમ બોલતી ગોવાળ પર ગુસ્સે થઈ પાછી આવીને બેઠી. ત્યાં ફરી ભીખ ઉવાચ એ પ્રમાણે પંડીત જ્યાં બોલે છે તેટલામાં કા કા કા એ પ્રમાણે ના કોલાહલથી કંટાળેલી તે નોકર પર ગુસ્સે ભરાઈ, વળી યાચક વિ. ના આવાગમનથી વારંવાર ઉઠતી અને પાછી આવીને બેસતી એમ કરતાં એક પ્રહર (ત્રણ કલાક) ચાલ્યો ગયો. પંડીત સમય પૂરો થઈ જવાથી ઉઠીને જતો રહ્યો.
બીજે દિન પ્રભાત થતાં ફરી તે પાછો આવ્યો. ત્યારે પણ તેજ રીતના વર્તનથી ખીન્ન થયેલો તે પાઠક ચાલ્યો ગયો અને કહ્યું કે અવ્યવસ્થિત એટલે કે ચંચલ ચિત્તવાળાને ધર્મ કહેવો નહિ. સારી રીતે કહેવા છતાં તે ફોગટ નિષ્ફલ જાય છે. કેમકે ફૂંકણી વડે દીપક પ્રજ્વલિત થતો નથી પણ બુઝાઈ જાય છે.
લબ્ધિ સંપન્ન એવો કોણ છે કે જે ચંચલ ચિત્તવાળાને ઘણા ઉપદેશ વડે કરીને પણ પ્રબોધિત કરી શકે ? અર્થાત્ લબ્ધિ સંપન્નવાળાનો પણ ઘણો ઉપદેશ ચંચલ ચિત્તવાળાને લાગતો નથી. અસ્થિર ચિત્તવાળાને લબ્ધિ સંપન્ન પણ ઘણું કહેવા છતાં બોધ આપી શકતો નથી.
જેવી રીતે વિજળી ને ભેદવા ઠારવા કે શાન્ત કરવા માટે પુષ્પરાવર્તનો મેઘ પણ મુશળ સમી લાખો ધારા વડે પણ સમર્થ બનતો નથી.
પ્રમત્તનું સ્વરૂપ કહે છે :- પ્રમત્ત (પ્રમાદી) એટલે કે વિષય - કષાય - વિકથા - નિદ્રાદિ થી ઘેરાયેલા ચિત્તવાળો, તેને ધર્મ સુઝતો નથી. અર્થાતુ તે ધર્મને કરી શકતો નથી.
પૂર્વ ભવમાં ભાઈ ચિત્રમુનિએ બોધ આપવા છતાં બોધ ન પામ્યો તેવા બ્રહ્મચક્રવર્તિ આદિની જેમ.
કહ્યું છે કે - પ્રમાદિ માણસના ચિત્તમાં ધર્મ સ્થાન પામતો જ નથી. જેમ કાળા રંગથી રંગાયેલા કપડામાં લાલરંગ લાગતો નથી.
F%8ណរអរាងរាលជាង៧ពណងអាពរាងកាយរងដោយមានanas
aaaaaeeadણશeasessedeepaagae88888888888
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
(27
તરંગ - ૪
aaaaaaaaaaaaaataaaaaaaaaaaaaabશ્ચદશી