________________
(રૂપધારી) તાપસ - આ બાજુ ઘણા દૂર નહિ એવા નજીકના તાપસના આશ્રમમાં મલે છે..
રાજા - તે તાપસનો આશ્રમ મને બતાવ અને તેને ઝાડોને પણ
બતાવ.
તાપસ - તમે એકલા જ આવો. ત્યારે મુગુટ આદિ અલંકારથી યુક્ત રાજા તાપસની સાથે ચાલ્યો અને જેવો કહ્યો હતો તેવો આશ્રમ અને બગીચો જોયો. ત્યાં પરસ્પર વાતો કરતાં તાપસીની વાતો સાંભળે છે કે આ રાજા એકલો અલંકાર સહિત છે તેને હણીને તેના આભૂષણો આપણે લૂંટી લઈએ આ વાત સાંભળી ડરી ગયેલોરાજા પાછો વળ્યો...... તાપસે બૂમ લગાવી દોડો દોડો નાસતા એવા આ રાજાને પકડો.... હણો હણો એ પ્રમાણે બોલતા તાપસો તેની પાછળ દોડ્યા, ત્યારે નાસતા એવા તે રાજાએ એક મોટું ઉદ્યાન જોયું ત્યાં મનુષ્યોના અવાજ સાંભળી અહીંયા જ શરણ મલશે એમ વિચારી આગળ જઈને જોયું તો ત્યાં તેને ચંદ્ર સમા સૌમ્ય, કામદેવ જેવા મનોહર રૂપ વાળા, નાગકુમાર જેવા પહેરવેશવાળા, બૃહસ્પતી જેવા શાસ્ત્રમાં પારંગત ઘણા શ્રમણોની મધ્યમાં બેસીને ધર્મોપદેશ આપતાં ગુરુને જોયો અને શરણ આપો શરણ આપો એ પ્રમાણે બોલતો રાજા ત્યાં ગયો ત્યારે ગુરુએ કહ્યું ભય રાખીશ નહિ, તું હવે ભયથી મુક્ત થઈ ગયો છે. એ પ્રમાણે સાંભળીને તાપસો પાછા વળી ગયા રાજા પણ તે તાપસી પરના રાગથી પાછો ફર્યો (રાગ છોડી દીધો) તે તાપસો ને વિષે વિપરિણામવાળો થયેલો રાજા કંઈક સ્વસ્થ થયો ત્યારે ગુરુએ તેને ધર્મ સમજાવ્યો અને તે ધર્મ રાજાએ ગ્રહણ (સ્વીકાર) કર્યો.
પ્રભાવતી દેવે તાપસાશ્રમ ઉદ્યાન વિ. જે બનાવ્યું હતું. તેનું સંહરણ કરી લીધું. રાજાએ પોતાને સિંહાસન પર આરૂઢ થયેલો જોયો. દેવે આકાશમાં અદશ્ય રહીને કહ્યું કે આ બધું તમને પ્રતિબોધ કરવા માટે મેં બનાવ્યું હતું તમને ધર્મમાં વિઘ્ન ન આવે અને જ્યારે બીજી કોઈ આપત્તિ આવે ત્યારે મને યાદ કરજો એ પ્રમાણે કહીને દેવ પોતાના સ્થાને ચાલ્યો
ગયો.
આ પ્રમાણે રાગીને સંકટમાં પાડી, પ્રભાવ બતાવી દેવે ધર્મનો બોધ કરાવ્યો (ધર્મમાં સ્થિર કરાવ્યો). | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (20) તરંગ - ૩ ]
lanકn
anandanielannintinaataaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
Kasaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
SEE
:::
:
:
===
='HTERAIRS GET=