________________
વસ્ત્ર મંગાવ્યા અને લાવતાં તે વસ્ત્ર થોડે દૂરથી લાલ રંગના જોયા દર્પણમાં મુખ જોતી એવી તે રાણી લાવેલા તે લાલ વસ્ત્ર થી ક્રોધિત થઈ.
દેવ મંદિરમાં પ્રવેશ કરતાં મારું અમંગલ કેમ કરે છે? શું હું શયનગૃહમાં પ્રવેશ કરૂં છું ? એ પ્રમાણે કહીને વસ્ત્ર લાવનાર દાસીને દર્પણ થી ઘાયલ કરી......અને તેને પ્રાણ તજી દીધા.
તે દૃશ્ય જોઈને રાણી ચિંતવવા લાગી લાંબા ગાળાથી એટલે કે ઘણા દિવસો થી પાલન કરાતું પ્રથમ પ્રાણાતિપાત નામના વ્રતનો ભંગ મારાથી થઈ ગયો.
આ પણ મારી ભૂલ છે. એમ વિચારીને રાજાને વિનંતી કરી જો તમે આજ્ઞા આપતા હો તો હું દીક્ષા ગ્રહણ કરૂં.
ત્યારે રાજાએ કહ્યું કે મને સદ્ધર્મ સમજાવીશ ? તે પ્રમાણે વચન સ્વીકારી ને રાજાની આજ્ઞાથી દીક્ષા ગ્રહણ કરી છ મહિના દીક્ષાનું પાલણ કરી વૈમાનિક દેવલોક ગઈ.
પછી ઘણા પ્રકારના રૂપો કરીને રાજાને બોધ પમાડવા પ્રયત્ન કરે છે પરંતુ તાપસનો ભક્ત એવો રાજા પ્રતિબોધ પામતો નથી ત્યારે દેવે વિચાર્યું કે તે તાપસ ઉપર રાગવાળો છે અને તે તેના જ ગુણો જુએ છે.
કહ્યું છે કે - જે જેનામાં રાગી છે તે તેના ગુણ જુએ છે જે જેનામાં રાગી નથી તે તેના દોષ જુએ છે અને મધ્યસ્થ પુરુષો ગુણ અને દોષ બને જુએ છે. તેથી કોઈપણ રીતે રાજાને તાપસથી જુદો કરું અથવા તાપસ પરનો રાગ છોડાવી દઉં જેથી કરીને તેઓથી વિરક્ત બનેલો જૈન ધર્મ સારી રીતે જાણે અને જૈન ધર્મ પર શ્રધ્ધાવાનું બને.
એ પ્રમાણે વિચારીને તે દેવ (પ્રભાવતીનો જીવ) તાપસ વેષ ધારણ કરી હાથમાં પુષ્પ, ફલ લઈ રાજાની પાસે ગયો અને અતિ મનોહર એક ફલ રાજાને આપ્યું. રાજાએ તે સુંઠુ અત્યંત સુગંધથી યુક્ત તે લાગ્યું. તેના સુંદર રૂપને જોયું અને અમૃત રસથી પણ અધિક મીઠો તેનો સ્વાદ માન્યો (લીધો) પછી રાજાએ તાપસને પુછ્યું. આવા પ્રકારના ફળો ક્યાં મળે છે ?
n
anaemis
e
asesaage mannaamaasaagaછઠ્ઠ82282
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (23)
તરંગ - ૩ ]
EBBIEEEEHABIBRARIBBEWiki/EwBA#get Este
aa વલીદHIEEEHદાદાશ્ચર
ક
રાવવા