________________
હવે એક વખત તે ગોવાળે તે દાગીના પહેર્યા, કોઈકે તે જોયા અને કહ્યું અરે ! આતો તારા મિત્રે પીત્તળના દાગીના બનાવેલ છે. સાચે તું ઠગાયો છે. બીજા એ પણ તેમજ કહ્યું ત્યારે તેને સામો જવાબ આપ્યો કે હું તે બરાબર જાણું છું. “પારકી પંચાત તમે શા માટે કરો છો ? ત્યારે કષાય પૂર્વક તે લોકોએ કહ્યું કે, રે! તું બરાબર જો તારી જાતને ઠગ નહિ.
ગોપાલ - મેં બરાબર જોયું છે. તમે તમારી જાતને જુઓ ઈત્યાદિ. આ ગોવાળને પહેલા ભરમાવેલો હોવાથી, સાચી વાત કહેવા છતાં માનતો નથી. આ પ્રમાણે જેઓ કુશાસ્ત્રથી ભરમાયેલા અથવા મિથ્યા દર્શનમાં શ્રધ્ધા રાખનારાને પણ આ પ્રમાણે બુઢ્ઢાહિત કહ્યા છે.
ઉપર બતાવેલા રાગી, દ્વેષી, મૂઢ અને વ્યøાહિત આ ચાર ઉપદેશને માટે અયોગ્ય છે. ઈતિ.
વળી ક્યારેક તે ચારે જણ અતિશય (પ્રભાવ) વડે બોધને પામે છે. અતિશય એટલે કે જાતિસ્મરણ, રાજ્યાદિકનો લાભ થતો હોય, ધર્મના ફળની પ્રાપ્તિ જલ્દી દેખાતી હોય વિદ્યા - ચમત્કારાદિ અને દેવો વડે સંકટમાં પાડવાથી. અહીંયા પર ધર્મમાં રાગી પણ અતિશય થી પ્રતિબોધ પામેલા ઉદાયન રાજાનું દૃષ્ટાંત કહે છે :
ઉદાયનરાજાની કથા
વિત્તભય પત્તનમાં તાપસ ધર્મમાં રાગ વાળો ઉદાયન નામનો રાજા રહેતો હતો તે દેશમાં એક વખત કોઈ એક વણિકનું વહાણ આવ્યું અને તે વણિકે એક ગોશીષ ચંદનની પેટી ભેટ આપી અને વિનંતી કરી કે આ પેટીમાં દેવાધિદેવની પ્રતિમા છે એ પ્રમાણે કહીને દેવે મને આ પેટી આપી છે રાજાએ પણ ચાર વિદ્યાના જાણકાર પંડીતોને ભેગા કરી વણિકે કહેલી વાત સંભળાવીને પેટી બતાવી અને કહ્યું કે પેટીમાં રહેલી આ દેવાધિદેવની પ્રતિમાને ખુલ્લી કરો.
gિaaaaaaaanaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa#aaaaaaaaaaaant
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
gaapaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaBaaaaaaa Baછું
તરંગ - ૩ રૂટીદાઢકaataaaaatી