________________
વિવાદ , ધન સબંધી લેવડદેવડ અને મિત્રની ગેરહાજરીમાં તેની પત્નિ ને મલવું.” આ ત્રણ વસ્તુ છોડવી જોઈએ આ મહાપુરુષના વચનથી અથવા આવી કહેવતથી મને તારા આભૂષણ બનાવવાની બાબતમાં હવે કાંઈ કહીશ નહિ જેટલી છે તેટલી અંતરની પ્રીતિ, (ભાવ)ને જાળવી રાખ અને તેથી બીજા પાસે તું બનાવી લે બાકી હું પરીક્ષા કરી આપીશ ત્યારે ગોવાળ બોલ્યો, એ પ્રમાણે નહિ જ થાય. શું હું તારા મનના ભાવને નથી જાણતો ?
સુવર્ણકાર - તું જાણે છે. પરંતુ લોકોનો સ્વભાવ સમજી શકાય તેમ
નથી.
* * ૦.
. ગોવાળ - લોકોથી આપણે શું ?
સ્વર્ણકારઃ- તો પણ હું તને લોકનો સ્વભાવ બતાવું છું એમ કહીને તેણે એક સરખા બે કડા બનાવ્યા એક સુવર્ણનું અને બીજું પીત્તળનું. સુવર્ણનું કડું ગોવાળને આપી કહ્યું કે આ કડાને બજારમાં જઈને બતાવ અને કહેવું કે અમુક સુવર્ણકારનું આ કડુ છે આ કેવું છે અને આની કીમ્મત કેટલી ઉપજશે. પછી તેણે તેવી રીતે કર્યું. અને વેપારીએ કહ્યું કે આ સોનાનું કડુ છે. તેની આટલી કીસ્મત ઉપજશે. તે વાત તેણે સુવર્ણકારને કહી આ પ્રમાણે વિશ્વાસ ઉત્પન્ન કરીને બીજે દિવસે પીત્તળનું કડું આપીને કહ્યું કે આજે આ મારૂં છે તેમ કહીને બતાવજે.
પછી તે મુગ્ધ ગોવાળે પરિવર્તન કરેલું કર્યું છે તે નહિ જાણતો વેપારીને બતાવ્યું ત્યારે વેપારીએ કહ્યું કે આ પીત્તળનું છે. તેનું કાંઈજ મૂલ્ય નહિ ઉપજે. તેની પાસેથી પાછું લઈને સુવર્ણકાર ને તે વાતથી વાકેફ કર્યો તેને કહ્યું જોયોને આ લોક સ્વભાવ?
ત્યારે ગોવાળે કહ્યું કે તું જ અલંકાર બનાવ. પછી તેણે તેનું બધું ધન લઈને પીત્તળના દાગીના બનાવી તેને આપ્યા. - કહ્યું છે કે :- જુગારી, વેશ્યા, અગ્નિ, પાણી, ઠગ, રાજા, સોની, બંદર, બ્રાહ્મણ અને બીલાડી આ દશનો ક્યારે પણ વિશ્વાસ ન કરવો અથવા તે આપણા બનતા નથી.
gseોકવાયasaahસારાયણસાકસકહાડકતરુસકસસસસસસસસસQaasBaaaaaaaaaaaવાસસરાયમeasષયaaણાયવરચરણaણસરકan
Raataaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (20)
તરંગ - ૩
શિક્ષaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa