________________
આ લોક અને પર લોક સ્વગત અને પરગત એટલે ઉભય ગત અનિષ્ટોના હરણમાં ધર્મનૃપનું ઉદાહરણ જાણવું તે આ પ્રમાણે.
ટુંકમાં - વાંછીત સુખને આપનાર આ લોક અને પરલોક સબંધી સર્વ અનિષ્ટ હરનાર અને અત્યંત સારભૂત અર્થવાળા સમ્યક ધર્મમાં ઉઘુક્ત થવું જોઈએ..... તે માટે ધર્મ નૃપનું ઉદાહરણ કહે છે.... તે આ પ્રમાણે -
'ધર્મ રાજાની કથા
કમલપુર નગરમાં કમલસેન રાજાની પાસે એક વખત જ્યોતિષીએ ભાવિમાં બાર વર્ષનો દુષ્કાળ પડશે તેમ કહ્યું તે જાણીને ચિંતાતુર થઈને સભામાં બેઠો છે ત્યારે રાજાના વધતા મનોરથવાળા અષાઢ નવમી દિવસે સભાસદોના જોતાં જોતાં માખીની પાંખ જેવા ધંધરા રંગવાળા (પાણી ભરેલા) વાદળો ચડી આવ્યા અને તૂર્તજ જોરદાર વૃષ્ટિથી પાણી અને સ્થળ એક રૂપ બની ગયા, માણસના પાપની સાથે જ દુષ્કાળ ચાલ્યો ગયો અને લોકો અહો ! મહાજ્ઞાની કહી નૈમિત્તિકની હાંસી કરવા લાગ્યા. - એક વખત ચાર જ્ઞાનના માલિક યુગંધર નામના ગુરુ ભગવંત પધાર્યા ત્યારે રાજા, સામંતાદિએ તેમને વંદન કરીને જ્યોતિષીએ કહેલું શા માટે ખોટું પડ્યું તે પુછ્યું અને ગુરુ ભગવત્તે કહ્યું કે ગ્રહ ચારના યોગ પ્રમાણે ભાવિમાં બાર વર્ષનો દુષ્કાળ પડવાનો હતો પરંતુ કોઈક પુણ્યવાનના અત્યંત પુણ્યના કારણે તે દુષ્કાળનું દુઃખ દૂર થઈ ગયું.... તે પુણ્યશાળીની કથા આ પ્રમાણે છે.
પુરિમતાલ નગરમાં શુદ્ર કુલમાં ઉત્પન્ન થયેલો પ્રવરદેવ નામનો માણસ હતો. સતતું ભક્ષ્યાભક્ષ્યનો વિચાર કર્યા વિના સઘળી વસ્તુઓ ખાવાના કારણે અજીર્ણ થવાથી એને ભયંકર કુષ્ઠ રોગ થયો તેથી લોકો તેનો તિરસ્કાર કરતા હતા. કોઈ મુનીન્દ્રને જોઈને પ્રવરદેવે પૂછ્યું કે મને આ કોઢ રોગ કેમ થયો ? અને તે કેવી રીતે દૂર થાય ? તે મને જણાવવા કૃપા ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ),
(ગુર્જર ભાવાનુવાદ) ( તરંગ - ૧ |
RaaaaaaaaaaaaaaaahulBihuuuuuuuuusણાક્ષnaBaaaaaaavuuષHinduinnessagunansaanuથાવત
BeBasesaeaaseeeeeeeeeeeeeeeeeeeeeeese
ધધીulabilittellittlethalalupadialitemplatilipinatitainitialitihaantaluminuitman