________________
કરો. ત્યારે મુનિએ કહ્યું કે ‘હે ભદ્ર ! સતત્ અસંતોષી બની ને જ્યાં અને ત્યાં જે અને તે જ્યારે અને ત્યારે ન દિવસ ન રાત.... નહિ કોઈ સમય, લાભકારી કે નુકસાનકારી કંઈ પણ વિચાર્યા વગર પદાર્થોનું ભોજન કરવાથી ભારે અજીર્ણ થવાના કારણે તને કોઢ રોગ ઉત્પન્ન થયો છે. હવે જો તું વિશ્રામપૂર્વક એટલે કે થોડા થોડા અંતરે (વિરત થઈને) પ્રમાણસર ચારે પ્રકા૨નો આહાર કરીશ તો તારો કોઢ રોગ દૂર થશે અને તારું કલ્યાણ પણ થશે.
ગુરુભગવંતના આવા સુંદર વચન સુણીને એક જાતનું અન્ન એક જ જાતિની વિગઈ એક શાક અને ઉકાળેલું પાણી જ વા૫૨વું એવો નિયમ લીધો. એ પ્રમાણે તે પરિમિત ભોજન ક૨ના૨ો થયો. અને અનુક્રમે તે નિરોગી થયો.
પછી તે ધર્મના પ્રભાવને જાણી પાપકારી કાર્યો છોડીને શુભ પ્રવૃત્તિ કરતો ક્રમશઃ કરોડપતિ થયો. જાતે જ ભોગ ઉપભોગથી ઉદાસીન થયો અને નિયમિત આહાર કરનારો સુપાત્ર, દીનાદિમાં દાનની રુચિવાળો થયો.
એક વખત દુષ્કાળના સમયે પ્રાસુક (નિર્દોષ) ઘી આદિથી એક લાખ મુનિઓને વહોરાવાનો લાભ લીધો અને ગુપ્તદાન કરવા વડે એક લાખ સાધર્મિકોનો ઉધ્ધાર કર્યો.
+
વળી આ જીવન અખંડિત વ્રત વાળો બની મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં સામાનિક દેવ થયો અને ત્યાં પણ વિચાર એજ કરતો કે સમ્યજ્ઞાન-દર્શનથી યુક્ત શ્રાવક કુળમાં દાસપણું શ્રેષ્ઠ છે પણ મિથ્યાત્વ મોહનીયથી યુક્ત ચક્રવર્તિપણું સારૂં નથી. એ પ્રમાણે વિચાર કરતો ત્યાંથી ચ્યવીને આ જ નગરમાં શુધ્ધબોધિ શ્રેઠીની વ્યોમલા નામની પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. તેના પુણ્યના પ્રાબલ્યથી ગ્રહચારાદિ અનુસાર ઉત્પન્ન થવાવાળો દુષ્કાળ પણ દૂર થઈ ગયો.
આ પ્રમાણે ગુરુની વાણી સાંભળીને આશ્ચર્ય ચકિત થયેલો મંત્રી, સામંતાદિ રાજ પરિવાર થી પરિવરેલો રાજા શુધ્ધબોધિ શ્રેષ્ઠિના ઘેર ગયો. પુત્રના સર્વપ્રકારે સુંદર લક્ષણો જોઈને ખોળામાં લઈને બોલ્યો :
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 8
તરંગ ૧