________________
હે પુણ્યવાન ! હે જગદાધાર ! દુષ્કાળને દૂર કરનાર ! તને નમસ્કાર થાઓ. આ નગરનો સાચો રાજા તું જ છે. હું તારો અંગ રક્ષક છું.”
એ પ્રમાણે કહીને ધર્મનૃપ એવું નામ તેને આપ્યું અને તે યૌવનવય થતાં ઘણી કન્યાઓને પરણ્યો તેના પુણ્યના પ્રભાવથી અમંગલ, દુષ્કાળાદિ નાશ પામ્યા અને ત્યાં સદા માટે અદ્વીતીય આનંદ-પ્રમોદ પ્રવર્યો.
સમ્યક્તવ સહિતના બાર વ્રતનો તે ધારક બન્યો. સંસાર સુખનો ભોક્તા બની અનુક્રમે દીક્ષાગ્રહણ કરી તે જ ભવમાં કેવળજ્ઞાન પામી મુક્તિ સુખને પ્રાપ્ત કર્યું.
આ પ્રમાણે ધર્મનુપ રાજાનો વિરતિ, સુપાત્રાદિ દાન રૂપ ધર્મ પોતાના અને બીજાના અનિષ્ટ, રોગ, દારિદ્રયાદિ, દુર્ભિક્ષાદિ દૂર કરનારો થયો.
ઘર્મ, અર્થ, કામ ત્રણ પુરુષાર્થમાં અર્થ અને કામને માટે ધર્મ મૂળ હોવાથી તે ત્રિવર્ગમાં એક સાર રૂપ છે.... આચરવા યોગ્ય છે. તેથી કહ્યું
ધર્મની સિધ્ધિ થતાં, સ્વર્ગ અને મોક્ષની સિધ્ધિ થાય છે. “દૂધ પ્રાપ્ત થયે છતે દહીં - છાશ – ઘી અને સંપત્તિ સુલભ બને છે. તેથી હે ભવ્ય લોકો ! તેવા ધર્મને વિષે આલોકનું અને પરલોકનું હિત સમાયેલું છે.
સંપૂર્ણ સમ્યફ વિશુધ્ધિથી અને ભાવની શુધ્ધિ વડે સમગ્ર ફળને આપનારા ધર્મની આરાધનામાં વિશેષ રીતે ઉદ્યમ કરનારા બનો.
| ઈતિ પ્રથમ તરંગ
| તરંગ - ૨
પરમ રહસ્ય ભૂત ધર્મની ગ્રહણ વિધિ કહે છે :
આવો ઉત્તમ ધર્મ યોગ્યતાવાળા પાસેથી ગ્રહણ કરવો જોઈએ અને યોગ્ય ને આપવો જોઈએ બહારના મેલને દૂર કરવા માટેનું પાણી પણ યોગ્ય પાત્રમાં રખાય છે. પરંતુ અયોગ્ય પાત્રમાં રખાતું નથી. કારણ કે તે નકામું બને છે. તો પછી ધર્મની શી વાત કરવી. કેમકે ધર્મથ તો હજારો
pg838B%aaaaaaaaaBaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
stative laB8%ફ્લાdianawaz
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) |
તરંગ - ૨