________________
દરિદ્રની પુત્રી વિવાહને યોગ્ય સામગ્રી ના અભાવે મોટી થઈ ગઈ છે તેથી લોકોએ પણ બૃહકુમારી એ પ્રમાણે તેણીનું નામ પાડ્યું છે. તે કુમારી પતિને મેળવવાની ઈચ્છાથી કામદેવની પૂજા કરે છે. તે એક દિવસ રાત્રે પૂજા કરવાને માટે પુષ્પો લેવા એક ઉદ્યાનમાં પહોંચી ગઈ. છૂપી રીતે આવેલી જોઈ તેને માળીએ પૂછયું કે ' તું ચોરી શા માટે કરે છે ? ત્યારે તેણે કહ્યું કે હું કુંવારી છું મને કોઈ પરણતું નથી તેથી પુષ્પો લઈને તે દ્વારા હું કામદેવની પૂજા કરૂં છું.
ત્યારે માળીએ ક્યું કે જો તારા વિવાહ થઈ જાય તો પહેલા મારી પાસે આવવાનું કબૂલ કરે તો જ તને છૂટી કરું અને તારી ઈચ્છા પ્રમાણે જેટલા જૂએ તેટલા પુષ્પો લઈ જા. તે વાતનો સ્વીકાર કરી તેણી ઘેર આવી. પછી વિધુર એવા કોઈક ધનિક સાથે લગ્ન થઈ ગયા.
પહેલી રાત્રિના અવસરે પોતાની પ્રતિજ્ઞા પતિને જણાવી પતિએ પણ તેને ત્યાં મોકલી. રાત્રિએ ઉદ્યાન તરફ અલંકાર સાથે તેને જતાં ચોરોએ જોઈ. તેનું અપહરણ કરી ને લઈ જતાં હતાં ત્યારે તેણીએ પોતાની વાત કરી અને પાછી-ફરું ત્યારે તમારે જે કરવું હોય તે કરજો એ પ્રમાણેની તેની વાત સાંભળી વિશ્વાસ રાખી તે ચોરોએ તેને છોડી મૂકી. હવે તેણીને આગળ જતાં ખાવાને માટે તલપાપડ થયેલો રાક્ષસ મળ્યો. તેને પણ પોતાની વાત કહીને કહ્યું કે હું પાછી ફરું ત્યારે મારું ભક્ષણ કરજો. તેવા પ્રકારના તેના વચનથી રાક્ષસથી છૂટી થયેલી એવી તેણી તે ઉદ્યાનમાં પહોંચી ગઈ. ત્યારે “તું કેમ આવી ? એ પ્રમાણે તેને તે માળીએ પૂછ્યું ત્યારે તેણીએ પોતાનો વૃત્તાંત આદિથી અંત સુધી કહી સંભળાવ્યો.
માળી વિચારે છે કે જેને પતિએ, ચોરોએ અને રાક્ષસોએ છોડી દીધી છે અને તે અહીં મારા સુધી આવી છે તેથી તે કાંઈ સામાન્ય નહીં હોય એ પ્રમાણે વિચારીને માળીએ તેને છોડી દીધી. જલ્દી પાછી ફરેલી એવી તેણીનો વૃત્તાંત જાણીને હું પણ માળીથી હીન કેમ બનું? એ પ્રમાણે કહીને રાક્ષસે તેને છોડી દીધી.
માળી અને રાક્ષસથી મૂકાયેલી જાણી ચોરોએ પણ આભરણ સહિત તેને છોડી દીધી.
ABBARBARA RANGIRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRR
usudasaBaa%B888888aaaaaaaaaaaaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) | (12
તરંગ - ૨
-**-3-R
ERet
૨