________________
મૂઢની વાત કરતાં કહે છે ઃ- મૂઢ તેને કહેવાય છે કે જે મોહથી હણાયેલો છે, વળી તે વસ્તુની વાસ્તવિકતાને સ્વીકારતો નથી. બીજાની વાત પર શ્રધ્ધા કરતો નથી. ગંગા નામના પાઠકની જેમ.
તે દૃષ્ટાંત આ પ્રમાણે જાણવું :
-
ગંગા પાઠકની કથા
લાટ દેશમાં ભરુચ નામનું નગર આવેલું છે, તે નગરમાં ગંગા નામનો એક પાઠક રહે છે. ઘણા શિષ્યોને ભણાવતાં પ્રાપ્ત કરેલા ધનથી તેણે વૃધ્ધાવસ્થામાં લગ્ન કર્યા તેની ભાર્યા યુવાન વય વાળી હતી. તેણી નર્મદા નદીના સામે કિનારે રહેતાં કોઈ એક પુરુષમાં રાગી બની હતી અને હંમેશા રાત્રિના સમયે ઘડાના સહારે નર્મદા નદી ઉતરી ને ત્યાં જતી હતી.
પતિના ચિત્તમાં શંકા ઉત્પન્ન ન થાય તે માટે તે માયાવીની દિવસે હું કાગડા થી ડરૂં છું તેમ કહેતી હતી. તેથી કાગડાઓને બલી આપવાના સમયે તેની રક્ષાને માટે પાઠક વિદ્યાર્થીઓને રખેવાળ તરીકે આપતો હતો.
પાઠક ક્યારેક તેને કહે કે અમુક વ્યક્તિ ને બોલાવ ત્યારે તે કહેતી હતી કે હું પુરુષો ને કેવી રીતે બોલાવવા તે જાણતી નથી. પછી તે પાઠક જાતેજ બોલવે છે.... ત્યારે ત્યાં રહેલા એક વિદ્યાર્થીએ ચિંતવ્યું કે આ તેનું ખરેખર સ૨ળતાનું લક્ષણ નથી કારણ કે આચારનો અતિરેક, અનાચાર, અત્યંત સરળતા, કપટ પણું, અતિપવિત્રપણું અને અપવિત્રતા આ છ પ્રકારના કુટ લક્ષણો છે. આ પ્રમાણે વિચારીને તે છાત્રે તેની ચાલચલગત પર નજર નાંખતાં રાત્રિના સમયે તેણે તેણીને નર્મદા નદી ઉતરતી જોઈ. સાથે કુતીર્થે (ઉલ્ટા રસ્તે) ઉતરતા ચોરોને મગરે પકડ્યા ત્યારે તેણીએ તેઓને કહ્યું. ઉલ્ટા (ખોટા) રસ્તે કેમ ઉતરો છો ? હાલતો તમે મગરની આંખો બંધ કરી દો (દાબીદો) એ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે તે વિદ્યાર્થિએ વિચાર્યું કે સ્ત્રીઓનું સાહસ આશ્ચર્ય ઉપજાવનારૂં હોય છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 17 તરંગ 3