________________
દુર્યોધનનું દૃષ્ટાંત
તે આ પ્રમાણે :- વનમાં વાસ ક૨તાં તેર વર્ષ પૂર્ણ થયા પછી રાજ્યના લોભી કૌરવોઓએ પાંડવ પુત્રોની સાથે યુધ્ધ શરુ ક૨વાનો પ્રસંગ આવ્યો ત્યારે કુટુંબનો કલહ આર્ય જનોને માટે અયોગ્ય છે. એ પ્રમાણે વિચારીને શ્રી કૃષ્ણ સંઘી માટે દુર્યોધનની પાસે ગયા. યુક્તિ પ્રયુક્તિ દ્વારા વિસ્તાર પૂર્વક સમજાવ્યો.... છતાં તે ન માન્યો ત્યારે છેવટે ઈન્દ્રપ્રસ્થ, યવપ્રસ્થ, માકનન્દી, વધુણાવંત એ ચાર ગામને પાંચમું હસ્તિનાપુર પાંડવોને આપો. એમ દરખાસ્ત મુકી.
આ પ્રમાણે પાંચ ગામ અને સંઘીની બાબતમાં દુર્યોધને કહ્યું કે :
:
તીક્ષ્ણ સોયના અગ્રભાગ વડે ભેદાય તેટલી જમીનનો અર્ધભાગ પણ વગર યુધ્ધ.... હે કૃષ્ણ ! હું આપીશ નહિ’
ત્યારે કૃષ્ણે વિચાર્યું કે યુધ્ધમાં વિજય થાય કે ન થાય પરંતુ પુરુષોનો તો નાશ થશે. તેથી શામ-દામ અને ભેદ એ ત્રણ ઉપાય અજમાવ્યા પછી યુધ્ધ કરવું. તેવું મહાપુરુષો કહે છે.
સંઘીને નહિ ઈચ્છતો, માનથી કૃત્યાકૃત્યના વિવેક વગરનો, સમાન પુરુષ થી હણાયેલા શક્તિમાન લોકો કાચા ઘડાની જેમ સામાને હણ્યા વગર રહી શકતા નથી. આ પ્રમાણે નિતિ યુક્તિ વડે દુર્યોધનને શિક્ષા આપી.
આથી ક્રોધિત થયેલો તે દુર્યોધન કૃષ્ણને બાંધવા માટે તૈયાર થયો ત્યારે કૃષ્ણે દુર્યોધનને કહ્યું કે અકાર્યમાં પડેલા મિત્રને કેશ પકડીને પણ વાળવો જોઈએ જ્યારે તું તો મને બાંધવા (પકડવા) માટે તૈયાર થયો છે.
ત્યારબાદ માત્ર પાંચ ગામ નહિ આપવાના કા૨ણે સંપૂર્ણ રાજ્યને ખોવાનું અને પોતાના કુલના નાશનું કારણ તેવા તે કૌરવોની તે વાત પ્રસિધ્ધ જ છે.
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 16
તરંગ
-
3