________________
તરંગ 3
યોગ્ય જ ધર્મને માટે અધિકારી છે તે કહ્યું ઃ- યોગ્યાયોગ્યના સ્વરૂપનું નિરુપણ સ્હેજે સમજી શકાય તેમ છે છતાં તેમાં પ્રથમ અયોગ્યના ઉપદેશનું નિરુપણ કહે છે :
રાગી - દુષ્ટ (દ્વેષી) મૂઢ અને પૂર્વગ્રહી (કહાગ્રહી) આ ચારે જણા ઉપદેશને માટે યોગ્ય નથી.
રાગી :- જેને જેના પર કંઈક રાગ હોય તે તેના દોષોને ગુણરૂપે જ જુએ છે. કહ્યું છે કે જેને જે પ્રીય હોય અથવા જેના ૫૨ પ્રીતિ હોય તેને તે રુપ, ગુણ વગરનો હોવા છતાંય સુંદર લાગે છે.
રત્નનો હાર છોડીને શંકર કંઠમાં સર્પને ધારણ કરે છે.
(પ્રીતિને કારણે ઝેરથી દુષ્ટ - દુઃખ પમાડનાર હોવા છતાં તેને તે સુંવાળો સુંદર લાગે છે.)
ગુણ દોષના વિવેક પૂર્વક વસ્તુના વાસ્તવિક સ્વરૂપને નહિ સમજનાર તલવ૨ (કોટવાલ) ની જેમ, તેનું દૃષ્ટાંત જણાવતા કહે છે.
નંદન કોટવાલની કથા
મગ્ધ દેશના કોઈ એક નાના ગામમાં નંદન નામનો કોટવાલ રહેતો હતો, તેને પ્રથમ શ્રી અને દ્વીતીય શ્રી નામની બે પત્નિઓ હતી તેમાં દ્વીતીય શ્રી નામની પત્નિમાં રાગ હોવાથી તે તેનાજ ઘરે રહેતો હતો.
એક દિવસ તે પ્રથમ શ્રી ના ઘેર ગયો. તેની તે પ્રથમશ્રી નામની પત્નીએ સ્નાનાદિ ઉચિત વ્યવહાર કર્યો અને વિવિધ પ્રકારનાં શાકથી યુક્ત ભોજન બનાવ્યું. અને તેને જમવા માટે પીરસ્યું પરંતુ તે ભોજન સુંદર હોવા છતાં તેના ચિત્તને આનંદ આપી શકતું નથી. તેથી તે બોલ્યો દ્વીતીય
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
14
તરંગ 3